________________
સંબંધ બાંધ્યા પછી એના ભીતરમાં ઊતરતી વખતે સાવચેત રહેવું પડે છે. આમાં ક્ષતિ થાય તો ઘણી વાર આવા સંબંધ દુ:ખદાયી બોજ બની જાય છે અને પરિણામે વ્યક્તિને જીવનભર આવા સંબંધોનો ભાર વેંઢારવો પડે છે. આવા સંબંધો અકળામણ આપનારા હોય છે, પરંતુ સંબંધ બંધાયો હોવાથી એમાંથી મુક્ત થવું એને માટે મુશ્કેલ હોય છે અથવા તો એ માટેની જરૂરી હિંમત એનામાં હોતી નથી. આથી પરિણામ એ આવે છે કે આવા સંબંધમાં ઇચ્છા વિના વ્યક્તિ ઘસડાય જાય છે અને પોતાના જીવનને દુઃખમય બનાવતી રહે છે. આથી વ્યક્તિએ પ્રત્યેક સંબંધ વિશે ચિકિત્સા કરવી જોઈએ.
જીવનમાં સ્વાર્થથી સંબંધ બાંધવા જોઈએ નહીં. કેટલીક વ્યક્તિઓ એમ માને છે કે એક ધનવાન સાથે સંબંધ રાખું છું, એનો મતલબ એ કે એણે મને પૈસા કમાવી આપવા જોઈએ. કોઈ એમ માને છે કે આ પ્રધાન સાથે સંબંધ એ માટે કેળવું છું કે એમાંથી મને સરપંચ બનવાની તક મળે. આવી અપેક્ષાથી થતા સંબંધો દુઃખદાયી અને ક્ષણજીવી હોય છે. હકીકત એ છે કે બીજા પાસે સુખની ઇચ્છાથી રાખેલા સંબંધો જ્યારે ફળદાયી બનતા નથી, ત્યારે વ્યક્તિ એની ઉપેક્ષા સેવવા લાગે છે. |
હકીકતમાં તો તમારી પાસે જ તમારું સુખ સર્જવાની શક્તિ છે. તમારા સુખ માટે બીજાના સંબંધ પર નિર્ભર રહેશો નહીં. આવા પરોપજીવી | અને પરાવલંબી સંબંધોમાં સ્વાર્થની દુર્ગધ હોય છે. કોઈ મંત્રીને પૂછશો તો એ કહેશે કે મારી આસપાસ બણબણતી મધમાખીઓ જેવું લેભાગુઓનું ટોળું ફર્યા કરે છે. એ બધાની ઇચ્છા કશુંક મેળવવાની હોય છે, પણ જેવું એ વ્યક્તિનું મંત્રીપદ ચાલ્યું જાય કે આ સઘળી મધમાખીઓ પણ ઊડી જાય છે.
સાચો સંબંધ જો આવી સ્વાર્થમય ગણતરીથી બાંધ્યો હશે તો એ લાંબો સમય ટકશે નહીં. વળી આ સંબંધોમાં પણ તર અને તમ ભાવ હોવા જોઈએ. કેટલાક સંબંધો માત્ર લટકતી સલામના જ હોય છે, કેટલાક થોડો સમય મળનારા મિત્રોના હોય છે અને કેટલાક એવા હોય છે કે જે સંબંધો જીવનભર ટકતા હોય છે. ટકાઉ સંબંધો કેળવતી વખતે વ્યક્તિએ
પરમનો સ્પર્શ ૮૩