________________
20
Jdh≥ (loth pe
કે અન્યનું દોષદર્શન કરવા કરતાં એના દોષોની ઉપેક્ષા કરવાથી વ્યક્તિ બીજાના કરતાં પોતાની જાતને એ દોષોથી વધુ મુક્ત રાખી શકે છે.
આવી દોષદર્શનની બહેકેલી વૃત્તિ અને અવિરત પ્રવૃત્તિ સમય જતાં આત્મઘાતક રૂપ ધારણ કરે છે. પહેલાં એ એક વ્યક્તિના દોષ જઐ છે અને પછી એની એ આદતનો તંતુ એના સ્નેહીજનોના દોષ જોવા સુધી લંબાય છે. એ પછી કુટુંબીજનો અને આસપાસના સમાજના દોષ જુએ છે. કારણ કે એની દષ્ટ પર ગુજાર્શનને બદલે દોષદર્શનનાં ચાં લાગી ગયાં હોય છે. આકાશમાં ઊંચે ઊડતી સમડીને પૃથ્વીની કોઈ રમણીયતા દેખાતી નથી. પણ ધરતી પર પડેલી વિા જ દેખાય છે. એટલે એ કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ કે પરિસ્થિતિમાંથી કોઈક ને કોઈક દોષ શોધી કાઢશે. સમય જતાં જાણે-અજાણે આ એની આદત બની જાય છે, તે જ તેની ષ્ટિ અને એ જ એના વિચારોની ગતિ બની જાય છે અને એનો દુષ્પ્રભાવ એના સમગ્ર જીવન પરત્વેના દૃષ્ટિકોણમાં પ્રતિબિંબિત થાય છે. ધીરે ધીરે અન્યના દોષદર્શનની ટેવ એના મનને એવી વળગી પડે છે કે એને પોતાનો દોષ ક્યારેય દૃષ્ટિગોચર થતો નથી. બીજાઓના દોષની એ અહર્નિશ વાત, વળી વળીને એની જ ચર્ચા ને વિવેચના કરશે. આવા દોષદર્શનની વાત કે ચર્ચા કરવાથી વ્યક્તિના ભાવનાજગતનું સૌંદર્ય, ઉમદા વિચારોનું માધુર્ય અને ચિત્તની આનંદસ્થિતિ નષ્ટ થાય છે.
કોઈની ગુણપ્રશંસા સમયે વ્યક્તિના અવાજમાં તાજગી, ઊભરો અને ઉમળકો અનુભવાય છે, જ્યારે દોષપન સમયે શબ્દો મંદ અને તૂટક લાગે છે અને એનો અવાજ પણ લથડતો લાગે છે. હકીકતમાં તો આવા દોષદર્શનને બદલે વ્યક્તિએ ઈશ્વરીય ન્યાય પર શ્રદ્ધા રાખવી જોઈએ. વ્યક્તિમાં જે કંઈ દોષ હશે, તે પ્રમાણે એને ભોગવવું પડશે. એનાં કર્મોને કારણે એને સહન કરવાનું આવશે. એના દીોનું વર્ણન કરનાર અને એ વિશે નિર્ણય આપનાર ન્યાયાધીશ હું કોણ ? આમ વિચારીને અન્યના દોષોનો વિચાર કરવાથી દૂર રહેવું જોઈએ.
આંતરદર્શનની કેડીએ ચાલતા સાધકને જ્યારે બીજી વ્યક્તિનો દોષ દેખાય, ત્યારે એણે પોતાના ઘરમાં પ્રેકિયું કરવું જોઈએ. સ્વયંના અંતઃકરણને તપાસીને વિચારવું જોઈએ કે અન્યની માફક પોતે તો આવો કોઈ દોષ ધરાવતો નથી ને ? પોતાનું આંગણું તો મેલું નથી ને? એમાં તો આવો
|_