________________
કોઈ કચરો પડ્યો નથી ને ? આમ સાધક સ્વદોષદર્શન કરીને પોતાના એ દોષને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનશે. જોકે સ્વદોષદર્શન એ કપરું છે અને એ માટે ભગીરથ પ્રયાસ કરવો પડે છે. સૌપ્રથમ તો સ્વદોષોનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે એ જાગૃતિ જ એને સાચા માર્ગે દોરે છે. આથી જ ગંગાસતીએ એમની ભજનવાણીમાં પાનબાઈને વારંવાર મનની નિર્મળતા અર્થાત્ નિરભિમાનીપણાની વાત કરી છે.
એ કહે છે કે આ અધ્યાત્મના મેદાનમાં આવવું હોય તો શું કરવું? મેદાન' શબ્દ શક્તિની કસોટીનો સંકેત કરે છે. ઈશ્વરને પામવાના પ્રયત્નમાં મનની દૃઢતાની શક્તિની કસોટી થાય છે. આ “મેદાનમાં આવવા માટે આળસ છોડવાની વાત છે અને એ પછી નિર્મળ થઈને જો અવાય તો જ અધ્યાત્મરસ પામી શકાય : ગંગાસતી કહે છે :
‘ભાઈ રે ! માન રે મેલ્યા પછી રસ તમને મળશે, પાનબાઈ!” મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે” સરળ ચિત્ત રાખી નિરમળ રે'વું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે.’ આ રીતે અભિમાનને છોડીને આવનારને અધ્યાત્મરસ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી એ રસાનુભવ થતો નથી. ગંગાસતીએ ખૂબ સરળ રીતે કહ્યું છે કે ચિત્તમાંથી કપટ અને કાવાદાવા દૂર કરીને એને નિર્મળ રાખવું અને અંતરમાં અભિમાન આણવું નહીં. જો આટલું થાય તો વ્યક્તિ અધ્યાત્મરસ સુધી પહોંચી શકે. કેવો છે આ પ્રભુનો પ્રેમરસ !
એ આશ્ચર્યજનક જ ગણાય કે બે તદ્દન વિરોધી બાબતોની પ્રાપ્તિ માટે એક જ શબ્દ કે ભાવ પ્રયોજાય છે. સાંસારિક જીવનમાં છલોછલ પ્રેમની કેટલીય મુલાયમ, રોમહર્ષક અને વેદનાપૂર્ણ મધુર વાતો-કથાઓ થાય છે અને એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ પ્રભુપ્રેમની આરત, પ્રભુમિલન અને પ્રભુતડપનની કથા-કવિતા ભક્તો, સંતો અને મરમીઓ પાસેથી સાંપડે છે. વ્યવહારજીવનમાં પતિ-પત્ની, સ્નેહીઓ, પ્રિયતમ કે પ્રિયતમા અને પરિચિતો સાથેના પ્રેમની વાત થાય છે તો અધ્યાત્મ-જીવનમાં ઈશ્વર સાથેના પ્રેમની વાત થાય છે, આથી જ માનવીના પ્રેમ અને ઈશ્વરના પ્રેમ માટે ઉર્દૂ કવિતામાં ‘ઇશ્કે મિજાજી” અને “ઇશ્કે હકીકી' શબ્દ પ્રયોજાય
પરમનો સ્પર્શ ૨૯