________________
૩૦ પરમનો સ્પર્શ
જ છે. આ બંને પ્રેમનું સ્વરૂપ જુદું છે.
પ્રશ્ન એ થાય કે પ્રેમતત્ત્વનું એક ભૂમિકાએથી બીજી ભૂમિકાએ રૂપાંતર થતું હશે ? પરંતુ આજ સુધી આ પ્રેમતત્ત્વના મર્મને જ્ઞાની હોય કે ધ્યાની, મનોવિજ્ઞાની હોય કે શરીરશાસ્ત્રી, અનુભવી હોય કે કવિ હોય – કોઈ પૂર્ણતયા દર્શાવી શક્યું નથી. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે દરેકે પોતીકી દૃષ્ટિએ પ્રેમને જોયો છે અથવા તો એમનો પ્રેમ વિશેનો વિચાર એમના જીવનના અંગત અનુભવોમાંથી પ્રગટેલો છે. કોઈને ‘પ્રેમકટારી' વાગી છે, તો કોઈએ ‘પ્રેમપિયાલો પીધો છે.
આ પ્રેમ ક્યાં વસે છે એની પણ અનેકોએ વાત કરી છે. કોઈએ કહ્યું કે સાચો પ્રેમ ભૌતિક પદાર્થો પર નહીં, કિંતુ હૃદયના ગુણો પર આધારિત હોવો જોઈએ. કોઈને પ્રેમીઓનો પ્રેમસબંધ વિચિત્ર લાગ્યો છે
તો કોઈને આ પ્રેમની વૃત્તિ જ અસ્થિર લાગી છે. પણ આ સઘળી તો | સાંસારિક પ્રેમની વાતો છે.
ઈશ્વરપ્રાપ્તિના પાયારૂપ એવા પ્રેમની વાત કરવા માટે રામનો વિચાર કરો કે રહીમનો વિચાર કરો, કૃષ્ણનો, મહાવીરનો, ઈશુ ખ્રિસ્તનો કે કોઈ ફિરસ્તાનો વિચાર કરો, બધા જ ધર્મસ્થાપકોએ એમના જીવનના આધાર રૂપે પ્રેમને અપનાવ્યો છે. ઈશ્વરીય પ્રેમની સાથોસાથ એમણે આસપાસની સૃષ્ટિ સાથે સ્નેહથી જીવવાનું પસંદ કર્યું છે.
એમનો આ પ્રેમનો તંતુ રામાયણમાં આલેખાયેલા સંસાર વ્યવહારથી માંડીને ‘શ્રીસૂત્રકૃતાંગસૂત્ર' જેવા જૈન આગમગ્રંથોમાં આલેખાયેલા પ્રાણી અને છેક પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ સુધી લંબાયેલો છે. શ્રીમદ્રાજચંદ્ર જેવાને એમની માતા દેવમાએ શાક સમારવા આપ્યું ત્યારે આંખમાંથી આંસુ સરે છે. કારણ કે આઠ વર્ષના એ બાળકને લીલોતરીમાં રહેલા અદૃષ્ટ જીવોનો વિચાર આવે છે અને એમના પ્રત્યે કરુણા વહે છે. સૉક્રેટિસ કે મીરાંથી માંડીને મહાત્મા ગાંધી કે મધર ટેરેસા સુધી સહુએ એમના જીવન અને કાર્યમાં પ્રેમને કેન્દ્રવર્તી રાખ્યો છે. એ પ્રેમના બળે જ હિંસા, અનાચાર, અન્યાય કે શોષણનો સામનો કર્યો છે. સાધકનો ઈશ્વર તરફનો પ્રેમ સ્થિર
જ્યોતિ જેવો હોય છે. ‘આર્યાસપ્તશતી'માં કહ્યું છે તેમ, “મહાપુરુષોનો પ્રેમ રત્ન-પ્રદીપની જેમ ગરમ હોતો નથી, ઘટતો નથી, ખરાબ થતો નથી અને બુઝાતો નથી, એનો પ્રકાશ દરેક રાત્રે ઉજ્વળ અને નિર્મળ જ હોય છે.”