________________
પ્રેમ - પ્રિયજનથી “પરમ' સુધી
‘રેસિંગ ટ્રેક પર દોડતા આજના સ્પર્ધાત્મક યુગમાં વ્યક્તિ સતત અન્યની સાથે પોતાની તુલના કરતો રહે છે. આવી તુલના કરીને, પોતાની મર્યાદા જાણીને એને ઓળંગવા પ્રયાસ કરે તે ઉત્તમ. પણ મોટા ભાગે તો આવી તુલના કરીને પ્રત્યેક બાબતમાં વ્યક્તિ પોતાની જાતને મોખરે રાખવા ચાહતી હોય છે. પોતાના ક્ષેત્રમાં જાતને મોખરે રાખવાની કે શ્રેષ્ઠ પુરવાર કરવાની ઇચ્છા એ અનુચિત કે અયોગ્ય નથી, પરંતુ એને માટે કષાયપૂર્ણ અનિષ્ટકારી રસ્તા અપનાવાય તે સદંતર ખોટું છે.
આ પ્રકારની વ્યક્તિ પહેલાં દોષદર્શન કે આક્ષેપનો સહારો લેશે અને અણગમતી કે વિરોધી વ્યક્તિ પર તરેહ તરેહના આક્ષેપો કરવા લાગશે. જાણીબૂજીને એની ક્ષતિઓ વધુ ફુલાવીને દર્શાવવા લાગશે અને એની મર્યાદાઓ શોધવાની ચોતરફ તપાસ આદરશે. આવા આક્ષેપની પાછળ દબાતે પગલે દ્વેષ પ્રવેશશે અને એને વિરોધીનું સઘળું વિષમય લાગશે. સમય જતાં એ વ્યક્તિ પોતાના વિરોધીની આસપાસ પોતાના દ્વેષનો બંધિયાર કિલ્લો રચી દેશે. પરિણામે એ વિરોધી વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકશે નહીં. એમાં નિંદા સતત ભળતી રહેશે અને એમાંથી શત્રુતા જાગશે.
આમ ચડિયાતા થવાની સ્પર્ધા અંતે કટુતા, દ્વેષ અને શત્રુતામાં પરિણમે છે. દુર્બુદ્ધિથી ચાલનારી વ્યક્તિ પોતાના જીવનમાં ઉચ્ચ ગુણોની ઉપાસના કરવાને બદલે વિરોધી વ્યક્તિના પોતે કલ્પેલા અનિષ્ટ ગુણોનું સતત ચિંતન કરતો હોય છે અને અન્યને અહિતકર એવા વિચારોમાં સતત મગ્ન રહે છે. એક અર્થમાં કહીએ તો એના ચિત્તમાં જાગેલો દુર્ભાવનાનો દૈત્ય વાસ્તવિક શત્રુ કે પ્રતિકૂળ પરિસ્થિતિ કરતાં વધુ અકલ્યાણકર અને દુઃખદાયી બને છે. એનું ચિત્ત સતત વિક્ષુબ્ધ રહેતું હોય છે અને આવું દોષદર્શન ઈશ્વરદર્શન માટે અવરોધરૂપ બને છે. આથી સ્વામી રામતીર્થે કહ્યું છે
પરમનો સ્પર્શ ૨૭
Oca