________________
૦૦
Jàhà [l××ãh ૨૦૨
? જે શાશ્વત કે સનાતન નથી, એને તમે શાશ્વત અને સનાતન માનીને ચાલો અને પછી એ ચાલ્યું જાય ત્યારે એનો વસવસો કરો, તે કેવું ?
સઘળાં ક્ષેત્રોમાં ‘એન્ટરટેઇનમેન્ટ'નો મહિમા ધરાવતું આધુનિક જગત તો ઇન્દ્રિયના આનંદને પરમસુખ માનીને બેઠું છે. ઇંદ્રિયોને પોષવા, શણગારવા અને ઉશ્કેરવા માનવીએ પાર વિનાના પ્રયત્નો કર્યાં છે, પરંતુ સમય જતાં એ ઇન્દ્રિયો ક્ષીણ અને શિથિલ થાય, ત્યારે એ દુ:ખી દુ:ખી થઈ જાય, તે કેવું ? માનવીના દેહ પર સદાય વસંતના અબીલગુલાલ ઊડતા નથી. વસંત પછી પાનખર આવે, એ કુદરતનો અનિવાર્ય ક્રમ છે. બાળપણ પછી યુવાની અને યુવાની પછી વૃદ્ધત્વ આવે એ સ્વાભાવિક પ્રક્રિયા છે.
હવે જો બાળપણને જ સદા ટકનારું માનીને બેસી રહીએ તો શું થાય? યુવાનીનો અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ એમ માનીને જીવીએ, તો શું થાય ? જે દેહના લાલન, પાલન અને પોષણ માટે, અરે ! એના સુશોભન માટે અવિરત દોડધામ કરી, તે દેહ પાંગળો બની જાય તેમાં વાંક કોનો ? તેનું દુઃખ શા માટે ? જિંદગીભર આંખો મીંચીને કુબેરના ભંડાર જેટલી સમૃદ્ધિ ભેગી કરી હોય અને અંતિમ વેળાએ એમાંથી એક પાઈ પણ ખર્ચી શકાતી ન હોય કે પછી એ બધું અહીં જ મૂકીને જવાનું છે, તેનો આઘાત અનુભવીએ તેનો અર્થ શો ? આ આઘાતના જનક તમે પોતે જ છો, પછી એનું દુઃખ શેનું છુ
જિંદગીના ગણિતની ખોટી રકમો મંડાતી હોય, ત્યારે એનો તાળો મળે ક્યાંથી ? આવી ખોટી મંડાયેલી રકમો જ વ્યક્તિના જીવનમાં તારા, નિષ્ફળતા કે નિરાશા લાગતી હોય છે. સુખનું સાચું ગિણત માનવીને હાથ લાગ્યું નથી, કારણ કે એનું સુખ એ આજનું સુખ છે, ક્ષણિક કે સ્વાર્થકેન્દ્રી સુખ છે, વર્તમાનનું સુખ છે, થોડા સમયનું સુખ છે. એ જિંદગીની મોજ-મસ્તી અને વિલાસને સુખ માનીને બેઠો છે. જાહેરમાં અથવા ખાનગી રીતે એ સતત ઇષિ-સુખોની શોધ કરે છે. ક્યારેક યુક્તિપૂર્વક તો ક્યારેક લુચ્ચાઈથી આ સુખ મેળવવા માટે હવાતિયાં મારે છે. એની આ મોજમજાનું ચક્ર પણ મજાનું છે ! એને પોતાના જીવનમાં નાની સરખી મોજમજાની ના પાડવામાં આવે, તો એ નિરાશ થઈ જાય છે. પડોશીને ત્યાં અદ્યતન મૉડલની મોટર હોય તો એ અદેખાઈથી ઉજાગરો કરે છે. મોજમજા અને વિલાસના ભ્રામક સુખે જ માનવીના જીવનને ખોટે માર્ગે દોર્યું છે.
|_