________________
જીવનને ઠેસ મારવી આસાન નથી. સંસારમાં માણસે ભવિષ્ય માટે સ્વપ્નાં જોયાં હોય છે, સિદ્ધિઓ મેળવી હોય છે અને આકાંક્ષાઓ સેવી હોય છે, પરંતુ અધ્યાત્મમાર્ગમાં ક્યાં એવી કશી પ્રાપ્તિ હોય છે ? માત્ર સમર્પણ કરવાનું હોય છે.
સંસારમાં કર્તુત્વના કેન્દ્રસ્થાને વ્યક્તિ સ્વયં હોય છે, જ્યારે અહીં પરમાત્મા હોય છે. સંસારમાં સિદ્ધિઓનો ગર્વ ધારણ કરીને એ સંસારી વ્યક્તિ ચોમેર શાનો-શૌકતથી ઘૂમતો હોય છે. અધ્યાત્મમાં એવી સિદ્ધિઓનો કશો મહિમા હોતો નથી. અહીં પ્રદર્શનનો લેશમાત્ર મહિમા નથી. અહીં તો દર્શનનો મહિમા હોય છે. આથી સંસારી વ્યક્તિને સંસારમાંથી અધ્યાત્મમાં પ્રવેશતાં ખૂબ ભય લાગે છે. એના આ ભયમાં વૃદ્ધિ કરનારાં અન્ય કેટલાંક પરિબળો પણ હોય છે.
સહુથી મોટું પરિબળ તો અથાગ પરિશ્રમથી, અનેક કાવાદાવાથી કેટલાય ઉધમાત અને આયોજનોથી જે ભવ્ય ઇમારતની સંસારમાં રચના કરી હોય છે, એ આખીય ઇમારતને ટુકડેટુકડા કરી નાખવાની હોય છે અને એ કામ બીજા કોઈએ નહીં, પરંતુ એણે સ્વયં કરવાનું હોય છે. પોતે જે જે સર્જન કર્યું હોય, એનું એણે સ્વયં વિસર્જન કરવાનું હોય
પરમનો સ્પર્શ ૬૩
જરા કલ્પના કરો કે અધ્યાત્મ એ કેવું સાહસ માગે છે ! આત્મા પર જે સંસ્કારો પડ્યા હોય છે, એ વર્ષોથી જીવેલા સંસારમગ્ન જીવનના | હોય છે. આથી એ આવી સંસારમગ્નતામાંથી સંસારભગ્નતા તરફ એને જવાનું હોય છે. ચિત્ત આજ સુધી જેનાથી પ્રસન્ન-પ્રસન્ન થઈ જતું હતું એનો જ સદંતર ત્યાગ કરવાનો રહે છે. નાની કામનાઓ, તુચ્છ ખેવનાઓ, તીવ્ર કષાયો અને પ્રચંડ મહત્ત્વાકાંક્ષાઓનું મનમાં સદૈવ સેવન અને પુનરાવર્તન કર્યું હતું. હવે એ બધાંને ધક્કો મારીને જીવનમાંથી નિકાલ કરવાનો થાય છે. આજ સુધી પ્રાપ્તિની તાલીમ મળી હતી. તેમાં વળી માત્ર એક જ વસ્તુની પ્રાપ્તિથી વાતનો અંત આવતો નહોતો, તેથી જીવનમાં પ્રાપ્તિઓની વણથંભી વણજાર ચાલતી રહી.
સૈનિક જેમ આગળ ને આગળ કૂચ કરે, એ રીતે ક્યારેક સુંદર સ્ત્રી પામવાની અપેક્ષા રાખી, તો ક્યારેક આલીશાન બંગલાની પ્રાપ્તિની ઝંખના કરી કે એવી બીજીત્રીજી અપેક્ષાથી સંસારી વ્યક્તિ પણ કૂચ કરે છે. હજી એક ઇચ્છિત ચીજ મળે અને એક પગ જમીન પર મુકાય ત્યાં