________________
20
Jdhe (loth eś
૧૨
સર્જન-વિસર્જનનો ખેલ
પરમના સ્પર્શનું ધ્યેય નક્કી કરીને સાધક અધ્યાત્મ પ્રતિ પ્રથમ પગલું માંડે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તે ભયભીત બને છે. પોતાના સંસારવ્યવહારમાં એણે ડગલે ને પગલે ભયનો અનુભવ કર્યો હોય છે. અરે! તમે ખુદ તમારા જીવનનો વિચાર કરો, તો ખ્યાલ આવશે કે વનના પ્રારંભથી જ ભય તમારી આસપાસ સતત વીંટળાતો રહ્યો હોય છે. ઘણા માનવીની ભયયાત્રા એમના પૃથ્વી પરના પ્રથમ શ્વાસોચ્છ્વાસથી પ્રારંભાય છે અને પૃથ્વી પરથી પ્રયાણ કરવાના સમય સુધી - અંતિમ શ્વાસોચ્છવાસ સુધી ચાલે છે.
વળી આ ભયનો કોઈ એક જ ચહેરો હોતો નથી. એના ગણ્યા ગણાય નહીં તેટલા ચહેરા હોય છે. કોઈને ખોટું કરતાં, તો કોઈને ખોટું કર્યા પછી ભય લાગે છે. કોઈને માય ગરીબીનો નો કોઈને ભવિષ્યમાં અમીરી છીનવાઈ નહીં જાય ને તેનો ભય ઝઝૂમે છે. કોઈને ડાયાબિટીસ થવાનો ભય હોય છે તો કોઈને કોમામાં જતા રહીશું તો કોણ સેવા કરશે તેનો ભય હોય છે.
એ આશ્ચર્યજનક લાગશે, પણ હકીકતમાં માનવ-મનને ભય અતિ પ્રિય છે. એ ભયને સતત પંપાળતો રહે છે. ભયનો વિચાર જાગે પછી અને નિર્મૂળ કરવાને બદલે એનું પોષણ-સંવર્ધન કરશે અને ધીરે ધીરે સામે ચાલીને એની શરણાગતિ સ્વીકારશે. એ સંપૂર્ણ શરણાગતિ એવી હોય છે કે ક્યારેક એની ભયજનિત વર્તણૂક હાસ્યાસ્પદ પણ લાગે, પચાસ વર્ષના માણસને બિલાડીની બીક લાગે અને પંચાવન વર્ષની વ્યક્તિને લિફ્ટમાં જતાં ડર લાગે તો સાઠ વર્ષના વૃદ્ધને પણ ગામડાના પાદરના પીપળાના વૃક્ષ પર ૨ાત્રે ભૂત હોવાનો ડર લાગે છે.
પત્ની, પુત્રો, સંપત્તિ, ઇચ્છાઓ, કામનાઓ, વાસનાઓ - આ બધાથી માનવજીવન સર્જાયેલું છે, ત્યારે સાપ કાંચળી ઉતારે, એમ આવા સંસારી
|_