________________
‘ગિરધરલાલ વિના ઘડીયે ન ગોઠે,
પ્રીતમના સ્વામી મારા પ્રાણ-આધાર !” આ રીતે ‘ગિરધરલાલ વિના' સહેજે ‘ગોઠે’ નહીં, સહેજે ગમે નહીં એવી પરિસ્થિતિ સર્જાવી જોઈએ.
સામાન્ય જીવનમાં પ્રિયતમને પ્રિયતમા વિના કે પ્રિયતમાને પ્રિયતમ વિના ગોઠતું નથી. સહેજે ગમતું નથી. એમને એકબીજા વિનાની પ્રત્યેક પળ અકળાવનારી લાગે છે, પરંતુ એ પ્રેમમાં હેતુ, વાસનાને ઇચ્છા હોય છે, જ્યારે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં રૂપાંતર છે. દુન્યવી પ્રેમની અશુદ્ધિ અહીં નહીં હોય. દુન્યવી અહમ્ અહીં સોહમાં પલટાઈ જશે. આ રીતે ઈશ્વરની ઇચ્છાને આધીન થનાર વિરલ પ્રકારનાં સુખ અને શાંતિ પામશે. એના જીવનમાં એક પ્રકારની મસ્તી જાગશે અને એમાંથી અભયના કારણે મુક્તપણે ઊછળતો આનંદ પ્રગટશે.
પરમનો સ્પર્શ ૬૧
જ
c