________________
૬૦ પરમનો સ્પર્શ
શકતા નથી, એની જીવનશૈલીને સમજી શકતા નથી અને તેથી તેની પરમ ભક્તિને ‘ભગતવેડા'માં કે વિચિત્ર પ્રવૃત્તિમાં ખપાવે છે. મહાત્મા ગાંધીજીની ઈશ્વરશ્રદ્ધાનો કે શ્રીમદ્ રાજચંદ્રની મોક્ષ-ઇચ્છાનો પણ ઉપહાસ કરનારા લોકો હતા જ ને !
આ બંને પડકારો ઝીલવા માટે ખરી જરૂર શ્રદ્ધાની છે. આ શ્રદ્ધા એક આંતરબળ અને સાથોસાથ ભીતરી ઉત્સાહ પણ છે. સાચો શ્રદ્ધાળુ સંકલ્પબળથી સાધના કરતો હોય છે. એની સાધના નિષ્ણાણ નહીં પણ જીવંત હશે. એમાં ધબકતો ઉત્સાહ હશે. સાચો શ્રદ્ધાળુ ચીલાચાલુ આચરણ નહીં કરે, પરંતુ એ અધ્યાત્મ-દિશામાં દઢતાથી એક પછી એક આગળ ડગ ભરતો હશે. આમ સાધકમાં વસેલું શ્રદ્ધાનું તેજ એને આ તમામ બાહ્ય-આંતર પડકારોની વચ્ચે અડગ રાખે છે.
ઈશ્વર એના ઉપાસક પાસે આવી અખંડ અને સંનિષ્ઠ શ્રદ્ધાનું તેજ 5 માગે છે. એના પ્રકાશમાં જ સાધકને પરમ તત્ત્વનું દર્શન થઈ શકે છે.
આવી પૂર્ણ શ્રદ્ધાનું તેજ પૂર્ણ સમર્પણથી જાગે છે. પરમતત્ત્વની મુખ્ય માગણી જ સંપૂર્ણ સમર્પણની છે. એ કહે છે કે ‘પૂર્ણ સમર્પણ હોય તો અહીં આવો, કારણ કે અધૂરી શ્રદ્ધા કે અધકચરી ભાવનાથી તો કશું નહીં મળે.' અહીં ભક્ત પરમાત્માની શોધ આગળ અટકતો નથી, એ પરમાત્મામાં પોતાની જાતને લીન કરીને રહે છે.
આમ ભક્તિ સમર્પણ માગે છે અને આવું સમર્પણ હોય, તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ સમયે સાધકને સમજાય છે કે એનો અહંકાર મિથ્યા હતો, એનો કતૃભાવ ભૂલભરેલો હતો. સાધક પોતાના અહંકાર અને કર્ત-ભાવના નિગરણ સાથે પૂર્ણ સમર્પણભાવથી પરમ તત્ત્વમાં ઓગળી જાય છે. વ્યક્તિના જીવનમાં બીજાં ઘણાં કર્તવ્યો હોય છે. એનો અર્થ એ નથી કે ઈશ્વર તરફ પૂર્ણ સમર્પણ કરીએ એટલે અન્ય સઘળાં કર્તવ્યો ભૂલી જવાનાં. માતાપિતાની સેવા કરવી, ગરીબોને સહાય કરવી, બીજાને મદદરૂપ થવું – એ બધાં કર્તવ્યો એણે બજાવવાનાં હોય છે, પરંતુ એનું મુખ્ય કર્તવ્ય તો પરમ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ છે. એમાં ઉદાસીનતા એને પરવડે નહીં. આવું પૂર્ણ સમર્પણ ભક્તમાં એ નાચી ઊઠે એવો આનંદ અને ઉત્સાહ ભરી દે છે.
કવિ પ્રીતમ કહે છે :