________________
૯૨ પરમનો સ્પર્શ
જોકે અપ્રમાદ સેવવા માટે વ્યક્તિમાં અહર્નિશ તત્ત્વનું ચિંતન ચાલતું હોવું જોઈએ. આવા સાધકના હૃદયમાં વૈરાગ્યનો ભાવ અહર્નિશ ગુંજતો હોવો જોઈએ. સ્થૂળ આકર્ષણને સાચા સ્વરૂપે જાણવા માટે વૈરાગ્ય જ કારગત નીવડે છે. એ આકર્ષણની વ્યર્થતા કે ક્ષુદ્રતાની ઓળખાણ વૈરાગ્યમય હૃદયને આપોઆપ થઈ જાય છે. વૈરાગ્યમય હૃદયવાળી વ્યક્તિ એ પ્રમાદ, વિકાર કે કષાયને જુએ છે ખરો, પરંતુ એને બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આ પ્રમાદ, વિકાર કે કષાય કેવા વ્યર્થ છે. એનું આકર્ષણ એના ચિત્તમાં પ્રવેશે, એ પહેલાં જ એ ચિત્તમાંથી બહાર નીકળી જાય છે. જેમ જેમ ચિત્તમાં વૈરાગ્યનું ગુંજન થતું રહેશે, તેમ તેમ બાહ્ય આકર્ષણનો કોલાહલ દૂર ને દૂર રહેશે.
વ્યક્તિએ પોતે ગ્રહણ કરેલા વ્રત-નિયમને પાળવાની તકેદારી રાખવી શું જોઈએ. આ વ્રત-નિયમો એ વ્યક્તિના જીવનને ઘાટ આપે છે. આમાં | દમનનો ભાવ નથી, પણ જો એ વ્રત-નિયમ મન કે શરીરનું દમન બની
જાય તો એ ધર્મક્રિયા વિકૃત બની જાય છે. હૃદયની અપાર પ્રસન્નતા સાથે આચરવામાં આવતાં વ્રત અને નિયમ જ જીવનને ઉલ્લસિત રાખે છે. આત્મજાગૃતિ રાખવા માટે આત્મરમણતા હોવી જરૂરી છે. અધમ એવી મોહગ્રંથિનો આમાં છેદ ઊડી જાય છે અને ધીરે ધીરે ચિત્તમાં એક એવી દિવ્ય સ્થિતિનું નિર્માણ થાય છે કે સાધક અહર્નિશ આનંદનો અનુભવ કરે છે.
આ એક એવી ભાવસ્થિતિ છે કે જ્યાં આંતરિક ઉલ્લાસનું ઝરણું અવિરતપણે વહેતું હોય છે. આત્મજાગૃતિ ધરાવનારના જીવનમાં આપત્તિઓ કે સંકટો આવે છે, પરંતુ એની પાસે એ આપત્તિઓ કે સંકટોને સમજવાની, જાણવાની, પારખવાની સૂઝ અને સમજ હોય છે અને તેથી જ જે આપત્તિ સામાન્ય માનવીને હતાશ, નિરાશ અને જીવનથી થાકી-હારી ગયેલો બનાવે છે, એ જ આપત્તિ આત્મજાગૃતિ ધરાવનારને માટે વિશેષ જાગૃતિ માટેનું કારણ બની રહે છે. એના જીવનમાં એ અવિરતપણે શાંતિ, શીતળતા અને પવિત્રતાનો અનુભવ કરે છે. કેવી હોય છે એ શાંતિ અને શીતળતા? એક સુભાષિતમાં કહ્યું છે :
“गौरीपतेर्गरीयो गरलं गत्वा गले जीर्णम् ।
#ાર્યાત # મહતાં દુર્વા નાત્યપિ વિતિ ||” જેમ હળાહળ ઝેર મહાદેવ શંકરના ગળામાં જઈને પચી ગયું,