________________
પણ ગળાની નીચે ઊતર્યું નહીં, તેવી રીતે કોઈનું પણ દુષ્ટ વચન હોય તો તે મહાત્મા પુરુષોના કાનમાં જઈને પચી જાય છે, તે અંદર ઊતરી જતું નથી.”
આત્મજાગૃતિ ધરાવતો સાધક કપરી આપત્તિઓમાંથી પાર ઊતરતો હોય છે. એની પાસે એક એવું આંતરિક બળ હોય છે કે જેના દ્વારા એ આવી આપત્તિઓ સામે લડે છે અને એની સામે લડવા માટે શસ્ત્ર રૂપે એના આત્મામાં વસતો ઉલ્લાસ હોય છે. એનો આ ઉલ્લાસ જીવનની કોઈ પણ પરિસ્થિતિ સામે એને અડગ અને અડોલ રાખી શકે છે.
પરમનો સ્પર્શ ૯૩
જ
c