________________
કે એ મનમાં ખોટા, અહિતકર અને દુષ્ટ વિચારોને જન્મ આપીને ઉછેરવા. ઘણી વાર દિલમાં વસતા દાનવને માણસ પોતાના જીવનની ચાવી આપી દે છે અને એને પરિણામે એનું જીવન દુષ્ટ, અધમ કે અનાચારી માનવીનું જીવન બની રહે છે.
સદાચારી બનવું હોય, તોપણ દુરાચારને તો ઓળખવો જ પડશે. દેવને જાણવો હશે તો દાનવના રૂપને ઓળખવું પડશે. સત્યને પામવું હશે તો અસત્યની લીલા સમજવી પડશે. આવું થશે તો જ વ્યક્તિ સદાચારી અને સત્યનિષ્ઠ રહી શકશે.
વંચના, વાસના, વિષયકષાયમાં રહેનારી વ્યક્તિઓ એક પ્રકારના સ્વપ્નલોકમાં જીવતી હોય છે. એમણે પોતાની આગવી કલ્પનાસૃષ્ટિ સર્જી હોય છે. વિષયપ્રેમી વ્યક્તિ સદૈવ પોતાના વિષયપાત્ર અંગે મનમાં કામી કલ્પનાઓ ઘડતી હોય છે. લોભી વ્યક્તિ જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય, એને વિશે મનમાં તરંગોના ઘોડા પર સવાર થઈને વિચારતો-દોડતો હોય છે. બીજાની છેતરપિંડી કરનારી વ્યક્તિ એમ માને છે કે એની છેતરપિંડીની કોઈને જાણ નહીં થાય અને એ વિચારે જ એ બનાવટ કે છેતરપિંડીના જગતમાં વધારે ને વધારે ઊંડો ખૂંપતો જાય છે.
મનમાં જો ખરાબ વિચારો પેસી ગયા તો મન કલુષિત બની જશે. આથી જ વ્યક્તિએ ખૂબ આક્રમક (અંગ્રેસિવ) બનીને આ દુષ્ટ વિચારોને રોકવા પડશે. એણે પોતે, પોતાના મનમાં કેવા વિચારોને સ્થાન આપવું છે એ વિશે અહર્નિશ જાગૃત રહેવું પડશે. એ જાણે છે કે જો આ દુષ્ટ કષાયયુક્ત વિચારો ચિત્તમાં પ્રવેશી ગયા, તો એ વિચારોને સમગ્ર ચિત્ત પર પ્રભુત્વ મેળવતાં વાર નહીં લાગે. અને જો એ વિચારો સમગ્ર ચિત્ત પર છવાઈ જશે, તો એની આખીય માનસમૃષ્ટિ, વિચારધારા, જીવનપદ્ધતિ – એ સઘળામાં એ પ્રકારના વિચારો પ્રબળ બની રહેશે.
આથી પહેલી ચોકી મનમાં જાગતા વિચારોની રાખવાની છે. મનમાં હિંસા પ્રવેશી એટલે સમય જતાં એ આચરણમાં પ્રવેશ પામશે. મનમાં દ્વેષ જાગ્યો, એટલે ધીરે ધીરે એ કાર્યમાં પ્રવર્તશે. મનમાં વાસના ઊઠી, તો ક્રમશઃ એ આચરણમાં પ્રતિબિંબિત થશે. જોકે એ હકીકત છે કે મનમાં રહેલું સઘળું આચરણમાં પ્રગટ થતું નથી. મનમાં રહેલું થોડુંક જ આચરણમાં પ્રગટ થાય છે. બીજું ઘણુંબધું મનમાં પડ્યું હોય છે. આનો અર્થ જ એ કે આચરણ તો અયોગ્ય છે જ, પરંતુ એથીય વધારે અયોગ્ય અને
પરમનો સ્પર્શ ૧૨૫
.
C)
(