________________
0
Jdh≥ [lo≥h Śeb
ત્યાજ્ય તો. આ વિચાર છે. એમ વિચારવું જોઈએ કે એ વિચારને, એ ભાવને મારે મારા ચિત્તમાંથી ડામી દેવો જોઈએ, કારણ કે એ જ અંતે વનમાં દુ:ખદાયી બનતો હોય છે.
આપણા જીવનમાં આવતાં દુ:ખો પ્રત્યે આપણે પારાવાર વંચના કરીએ છીએ. આપણા આત્માની સાક્ષીએ એ દુઃખોને તપાસવાને બદલે એને જુદાં જુદાં બહાનાં અને કારણોના વાઘા પહેરાવીએ છીએ. દુઃખ આવી પડતાં તરત જ પહેલી વાત એ સાંભળવા મળશે કે આ તો મારાં કર્મોનું ફળ છે. હકીકતમાં આને કર્મોનું ફળ માનનાર પુરુષાર્થના મહત્ત્વની ઉપેક્ષા કરે છે. શ્રી યોગવશિષ્ટ મહારામાયણમાં પુરુષાર્થ વિશે કહ્યું છે, “જે પુરુષો પુરુષાર્થ પ્રબળ હોય છે તે જ સર્વદા જીતે છે."
કેટલાક પોતાના પર આવેલા દુઃખને માટે કળિયુગ કે પંચમકાળને દોષિત ઠેરવે છે. હકીકતમાં કોઈ યુગ ખરાબ હોતી નથી. માત્ર વ્યક્તિનાં ખોટાં કાર્યોને કારણે આપત્તિ આવતી હોય છે. આ રીતે જો સાધકે પોતાનો ‘માઇન્ડ-સેટ’ બરાબર રાખ્યો હોય, તો સાધનામાં એની આપોઆપ ગતિ ધશે અને વિશેષ તો એનો આત્મા સાધનામય બની રહેશે.
R)
|_