________________
૨૫
વૃત્તિઓના અદૃશ્ય કુરુક્ષેત્રમાં
પરમનો સ્પર્શ પામવાની ખેવના ધરાવનારે એની સર્વપ્રથમ શરત રૂપે પ્રકાશમાં જીવવાની ઇચ્છા સેવવી જોઈએ. જીવનના પ્રયત્નો એ પ્રકાશ માટે છે કે પછી એને ભૂલીને કાળા ડિબાંગ ઘોર અંધકારમાં મોજથી મહાલીએ છીએ અને પ્રકાશની પ્રાપ્તિની બુલંદ અવાજે જોરશોરથી આપણે ઘોષણા કરીએ છીએ. પણ આપણા રોજિંા વન અને આપણા મનની ઇચ્છાઓ વચ્ચે કોઈ અનુસંધાન હોય છે ખરું ?
મનમાં અનેક ઇચ્છાઓ, ઉત્કંઠાઓ અને જિજ્ઞાસાઓ હોય, છતાં જીવનમાં એનું લેશમાત્ર પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય નહીં, એવું બનતું હોય છે. વ્યક્તિ મનમાં ઇચ્છા કરતી હોય કે અને પરમાત્માની અનુભૂતિ થાય. પરંતુ એની આવી અનુભૂતિની ભાવના એક બાજુએ રહે છે અને એનું જીવન સાવ વિપરીત ગતિને વહે છે. એના વનમાં એ પરમાત્માની પ્રાપ્તિની વાતો કરશે, પરંતુ એ માત્ર એનો બાહ્યાડંબર બની જાય છે. પોતાની જાતને પ્રભુભક્ત દર્શાવવા માટેને ભક્તિનું ગાન કરશે, પરંતુ એ ગાન સાથે એના હૃદયમાં એ ભાવોનો તાલ મળતો નહીં હોય. એના જીવનમાં એ ભાવનાઓનું કોઈ ગુંજન નહીં હોય. એ પૂજા કરવા જશે અને ભારે ચીવટ અને સાવધાનીપૂર્વક પૂજા કરશે; પરંતુ પૂજાની એ ક્રિયા અને પોતાના અંતરની પવિત્રતા વચ્ચે કોઈ સંબંધ બંધાયો હોય છે ખરો?
62b}¢h? [l»lečh
કેટલાક માણસો એવા હોય છે કે જે એમનું જ્વન અંધકારમાં ગાળે છે અને એવું જીવન જીવતા હોવાનું ખુલ્લા દિલે સ્વીકારે પણ છે. પોતે વ્યસની હોય, તો પોતાના વ્યસનની નિખાલસ કબૂલાત કરે છે. મનમાં જે કોઈ સારા-ખોટા વિચારો આવે, એને સહજ રીતે અભિવ્યક્ત કરે છે. આવી વ્યક્તિઓએ જીવનની નરસી કે ખોટી બાજુને સ્વીકારી લીધી છે અને એ જ એમના વિચાર, વાણી અને વર્તનમાં સમાન રૂપે પ્રગટ થતી પ
હોય છે.
0