________________
૧૨૮ પરમનો સ્પર્શ
સામે પક્ષે બેવડું જીવન જીવનારી વ્યક્તિ પરમાત્માની વાત કરે છે અને જીવનના ક્ષુદ્ર, સ્થળ અને વિકારમય ભાવોમાંથી બહાર નીકળતી નથી. એના મુખમાં આધ્યાત્મિકતાની ગહન વાતો હોય, પણ એના વ્યવહારમાં પારાવાર ભૌતિકતા હોય છે. એ ભક્તિ કરે છે, પણ જીવનનાં રાગદ્વેષમાં જીવવાનું ગમે છે. ધર્મકથાઓ સાંભળનારી વ્યક્તિઓ એમના વ્યવહારજીવનમાં સ્વાર્થી, ઝઘડાળુ કે રાગદ્વેષયુક્ત હોય છે. એ ધર્મકથાની વાતો દોહરાવે છે, પણ એની પાછળનો હેતુ એને જીવનમાં ઉતારવાને બદલે માત્ર પોતાની ધાર્મિકતા અન્ય સમક્ષ પ્રદર્શિત કરવાનો હોય છે.
આવી વ્યક્તિઓનું રોજિંદુ જીવન કલહ, કંકાસ અને કષાયપૂર્ણ હોય છે. એમને જીવવું હોય છે કોલાહલમાં અને વાત કરવી છે શાંતિની. એમને પરિગ્રહની પ્રબળ ઇચ્છા છે, પણ એમને વાત કરવી છે ત્યાગની. આ કોલાહલમાં એમને ક્યારેય પરમનો સ્પર્શ સાંપડતો નથી.
હકીકતમાં આવી વ્યક્તિઓ પોતે જ પોતાની જાત સાથે છેતરપિંડીનો | ખેલ ખેલતી હોય છે. વારંવાર આત્મવંચનાનો ભોગ બને છે. ધીરે ધીરે
એ પોતાના આ ‘ડબલ રોલમાં એવી ગોઠવાઈ જાય છે કે એની જિંદગી આખી એનો અભિનય કરવામાં સમાપ્ત થઈ જાય છે.
આ બધાંનું કારણ શું ? કારણ એટલું જ કે આપણને આ સ્થળ જીવન તરફ અત્યંત પ્રબળ અનુરાગ અને તીવ્ર આસક્તિ હોય છે અને એની પાછળ કશીક પ્રાપ્તિનો ભાવ સતત રહેલો હોય છે. આ પ્રાપ્તિ એટલે ‘વહુને કડવાં વેણ કહીને મારું વેર લઈ લઉં' એવો દ્વષ પણ હોય છે. વળી કલહ કરીને મારો સ્વાર્થ સિદ્ધ કરું એવો ભાવ પણ હોય, ભક્તિની વાત કરીને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાની લાલસા હોય અને ધાર્મિકતાનો અંચળો ઓઢીને બીજી વ્યક્તિઓથી પોતાની જાતને વધુ સુખી, સંપન્ન ને કાબેલ ઠેરવવાનો અહંકાર પણ હોય. વાણીથી પરમાત્માની વાત થતી હોય, વર્તનથી ક્રિયાકાંડ ચાલતા હોય, પરંતુ આ બધાંની પાછળનો હેતુ તો પોતાની ધૂળ ઝંખના, અતૃપ્ત વાસના, છૂપો કષાય અને વણભોગી લાલસાઓ સંતોષવાનો હોય છે. આવી વ્યક્તિને આવું બેવડું જીવન ગમે છે, ભલે તે વંચનામય હોય, અંધકારપૂર્ણ હોય કે પરમાત્માથી દૂર લઈ જનારું હોય.
એને તો સંસારની કોઈ બાબત છોડવી નથી. માત્ર છોડવાનો દેખાવ કરીને બધું હાંસલ કરવું છે. ત્યાગની વાત કરીને ભોગવૃદ્ધિ કરવી છે.