________________
આથી તો ઘણા ત્યાગીઓમાં સમૃદ્ધિ, સ્વપ્રશંસા કે સ્વમહિમાની ઘેલછા જોવા મળે છે. એમણે સંસારત્યાગ કર્યો હોય છે ખરો, પરંતુ સાંસારિક ભાવોનો ત્યાગ કર્યો હોતો નથી. એમનામાં આ ભાવ ત્યજવા માટેની સચ્ચાઈ હોતી નથી. એમનું ચિત્ત તો સ્થૂળની પ્રાપ્તિમાં જ ઠરેલું હોય છે. એમાં જ એમના હૃદયને આનંદ આવે છે અને એમાં જ પરમ સુખ દેખાય છે. સમય જતાં આવી વ્યક્તિ સાચા પ્રકાશથી ભયભીત બની જશે અને પ્રકાશનું શાબ્દિક મહિમાગાન કરીને સ્થૂળતામાં જીવવાનું ચાલુ રાખશે.
સાચા સાધકની નિર્ભયતા એનામાં હોતી નથી. અને નો ભય હોય છે કે ‘મારી ધાર્મિકતાનો અંચળો હું ફગાવી દઈશ તો કેવો લાગીશ ? મારા દંભનું આવરણ કે મારા બાહ્ય ક્રિયાકાંડો અળગા કરી દઈશ, તો લોકો મને સ્વીકારશે ખરા ? આથી એ આધ્યાત્મિક્તાની વાત કરો, પરંતુ આધ્યાત્મિક સાધનાથી ડરતો રહેશે. એ પરમના સ્પર્શની ઝંખના રાખશે, પરંતુ એ માટેનો ત્યાગ કરવાની એના ધંધામાં હામ નહીં હોય. પરિણામે એ સ્થૂળતામાં જીવવાનું પસંદ કરશે, અંધકારને સ્વીકારી લેશે.
પરમનો સાચો સ્પર્શ પામવા માટે તો વ્યક્તિએ બહાર દોડધામ કરવાને બદલે પોતાના ભીતર તરફ દૃષ્ટિપાત કરવાની જરૂર છે. બાહ્ય જગતની ઘટનાઓને બદલે પોતાના આંતરવિશ્વની ઓળખ કરવી જરૂરી છે. આપણે સાધના માટે કે શાંતિ માટે સીધેસીધી બહાર દોડ લગાવીએ છીએ. કોઈ મંદિરમાં જઈએ છીએ તો કોઈ આશ્રમ કે યોગીના શરણે જઈએ છીએ પરંતુ સાધનાની યાત્રાનો પ્રારંભ બહારથી ભીતરમાં જવાથી થતો નથી. ભીતરમાંથી બહાર જવાથી થાય છે. આત્માનો વિકાસ એમાં અભિપ્રેત છે.
eb]dh2 [[oltäh
સાધના કરતાં પૂર્વે એ ચકાસવું જોઈએ કે પોતાના મનમાં કઈ વૃત્તિઓ હજી વણછિપાયેલી પડી છે. કોઈ સાથે વેર વાળવાનું બાકી છે? કોઈની સાથે ઝઘડાની ગાંઠ બંધાઈ ગયેલી છે? વનમાં સતત કંઈ ઇચ્છાઓ વારંવાર ભીતરમાંથી ઊછળીને બહાર આવે છે? વનનું કોઈ લક્ષ્ય છે ખરું અને જો લક્ષ્ય હોય તો તેની પ્રાપ્તિ માટે કેટલું સાહસ છે ? એને માટે સચ્ચાઈ અપનાવવાની, સાચું જોવાની અને કહેવાની રક્તિ છે. ખરી ? પોતાની બુરાઈઓ તરફ નજર કરીને એને ઓળખવાની ક્ષમતા છે પર
ખરી ? આથી સાધનાનું પહેલું કામ એ છે કે પોતાના ભીતરમાં સર્પની
3000