________________
૧૫૨ પરમનો સ્પર્શ
ન્યૂટન, આઇન્સ્ટાઇન કે ઍડિસન જેવા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીઓના જીવનમાં પોતાની ધ્યેયસિદ્ધિ માટે અવિરત પુરુષાર્થ જોવા મળે છે.
આમ, સ્વપ્નની સિદ્ધિ માટે પ્રગતિપૂર્ણ સક્રિયતા એ એની પ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. આ સક્રિયતા સર્વદર્શી, કલ્યાણગામી અને વિધેયાત્મક પ્રયત્નોવાળી હોવી જોઈએ. પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું છે, ‘જીવનવિકાસનો સિદ્ધાંત સ્થિર રહેવું તે નથી, જીવનવિકાસનો સિદ્ધાંત છે નિરંતર વિકસિત થતા રહેવું.’ આ રીતે વિકસિત થવા માટે વ્યક્તિએ સક્રિયતા સાધવી પડે છે.
માનવી પર નિષ્ક્રિયતા જેવો બીજો કોઈ અભિશાપ નથી. આળસુની માફક આડો પડીને નિષ્ક્રિય માનવી સર્જાતી પરિસ્થિતિની ચૂપચાપ શરણાગતિ સ્વીકારતો હોય છે. સક્રિયતા કરતાં નિષ્ક્રિયતાની અવળી ગતિ વિશેષ ક્રિયાશીલ હોય છે. હકારાત્મક (પૉઝિટિવ) વિચારો આશાનો
સરવાળો કરે છે, જ્યારે નકારાત્મક વિચારો નિરાશાનો ગુણાકાર કરતા | હોય છે. સક્રિયતા વિશે એક સુભાષિતમાં કહ્યું છે :
उद्योगः खलु कर्तव्यः फलं मार्जारवद्भवेत् ।। जन्मप्रभृति गौर्नास्ति पयः पिबति नित्यशः ।।
‘દરેક માણસે ઉદ્યોગ તો કરતા રહેવું જોઈએ, તેમાં ફળ તો બિલાડીની જેમ મળવાનું છે, બિલાડીને જન્મથી જ ગાયનું દૂધ સિદ્ધ હોતું નથી, છતાં પણ તે દરરોજ દૂધ પીએ છે.”
ક્યારેક નિક્તિ વ્યક્તિ સ્વયંના પ્રમાદી અને બંધિયાર જીવનનું અન્યની સમક્ષ ‘ગૌરવગાન' કરતી હોય છે. વ્યક્તિઓની સક્રિયતાની મજાક ઉડાવતી કે નિંદા કરતી હોય છે અને નકારાત્મક દૃષ્ટિએ જગતને નિહાળતાં કહે છે કે ‘આ જગતમાં વળી આવાં સેવાકાર્યો પાછળ જાત ઘસી નાખવાની શી જરૂર?’ હજારો વર્ષથી પૃથ્વી પર હિંસા અને હત્યા ચાલી આવી છે, એ પછી તમે કઈ રીતે અટકાવી શકશો ? આવી નિક્યિ વ્યક્તિ અન્યને માથાકૂટભરી વ્યર્થ મહેનત કરવા માટે ઉપાલંભ આપતી હોય છે, પરંતુ એની નિષ્યિ દૃષ્ટિ બૂમરેંગની માફક એને જ વધુ હતાશ અને નિરુત્સાહી બનાવતી રહે છે. એનામાં તીવ્ર દોષદૃષ્ટિ જાગે છે અને એ બીજાઓ પર દોષારોપણ કર્યું જ જાય છે. પોતાની નિક્યિતાને છાવરવા માટે નવાં, જુદાં અને ક્વચિત્ વિચિત્ર બહાનાં ઊભાં કરે છે અને એમ કરીને એ પોતાના પ્રમાદને પોષણ આપે છે. શેતાનનો સૌથી મોટો સાથી અને