________________
સહાયક નિષ્ક્રિય માનવી છે, કારણ કે એ શેતાનના વિચારને બમણા વેગથી પ્રોત્સાહિત કરતો હોય છે.
સક્તિ વ્યક્તિ આવા અવરોધોથી સહેજેય અટકતી નથી. એનું કારણ શું? એનું કારણ એ કે એનું સ્વપ્ન એ ક્યાય બહારથી ઉધરાવેલું પછીનું સ્વપ્ન હોતું નથી. એના અંતરાત્મામાંથી પ્રગટ થયેલું ધ્યેય હોય છે, આથી બાહ્ય આપત્તિઓ અને મુશ્કેલીઓ કદાચ થોડોક સમય એને માટે અવરોધ ઊભો કરે, પરંતુ એ અવરોધ ચિરસ્થાયી રહેતો નથી. એનો આગવો વિચાર એના હૃદયની ભીતરમાંથી જન્મેલો હોય છે; દીર્ઘ ચિંતન અને લાંબી મથામણમાંથી પ્રાપ્ત થયેલું નવનીત હોય છે.
સાધક વ્યક્તિ માર્ગમાં આવતી મુશ્કેલીઓ, હતાશાઓ, નિષ્ફળતાઓ અને દોષારોપોનો હસતે મુખે સામનો કરે છે, જેમણે સિદ્ધિ કરી છે. તેમાં આવી શક્તિ. સકારાત્મકતા અને વિધેયાત્મક ષ્ટિ આવી હશે ક્યાંથી ? આવું સ્વપ્ન એમના ચિત્તમાં પ્રગટતું હશે કઈ રીતે? આ છે માનવીના અંતરાત્માનો અવાજ, જે એના સ્વપ્ન રૂપે પ્રગટે છે. આ અવાજને કોઈ ઈમરી સંકેત રૂપે ઓળખાવે છે તો કોઈ દેવી પ્રેરણા તરીકે. જગતનાં સઘળાં કલ્યાણમય પરિવર્તનોની પાછળ માનવીય અંતરાત્માનો અવાજ કારણભૂત છે.
આ સ્વપ્ન સિદ્ધ કરવાનો માર્ગ એવો છે કે જ્યાં માત્ર આગેકૂચ થઈ શકે છે, પાછલા પગે પીછેહઠની કોઈ શક્યતા હોતી નથી. આ ‘હિરનો મારગ’ એ નવી ક્ષિતિજો આંબનારા શૂરવીરોનો માર્ગ છે. આથી જ મીરાબાઈએ કહ્યું હતું :
મેરે તો ગિરિધર ગોપાલ દૂસરી ન કોઈ; દૂસરા ન કોઈ, સકલ લોક જોઈ.
આમ સ્વપ્નસિદ્ધિ કરનાર સતત આગળ ધપ્યું જાય છે અને અંતે સફળતા મેળવીને જ જંપે છે. આ સ્વપ્નસિદ્ધિમાં એને પરમનો, પ્રભુનો સથવારો મળે છે. એ પરમ તત્ત્વ એને સદાય સતુકાર્ય માટે પ્રેરતું રહે છે. પરિણામે એ પોતાની સઘળી ચિંતાઓ પરમતત્ત્વને સોંપીને આત્મતત્ત્વના માર્ગે ચાલે છે. આમાં એની ઈશ્વરશ્રદ્ધા મહત્ત્વની છે. આવી શ્રદ્ધા રોપીને વ્યક્તિ સ્વપ્નાં સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરે છે.
RO
પરમનો સ્પર્શ ૧૫૩
so0