________________
૧૨ પરમનો સ્પર્શ
એને ખ્યાલ હોય છે. નવાઈની વાત તો એ છે કે આપણી યોજનાઓ નિષ્ફળ જાય, ત્યારે આપણે પૂર્વજન્મના કર્મનો, ઈશ્વરનો કે નસીબનો વાંક કાઢીએ છીએ. હતાશાને દૂર રાખવા માટે બહાનાં ઊભાં કરીએ છીએ, કારણ કે આપણો અહંકાર એ નિષ્ફળતાનો સ્વીકાર કરવા માટે લેશમાત્ર તૈયાર હોતો નથી.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક વાત સરસ કહી છે : “ઈશ્વર મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થાય છે, પરંતુ નાનાં નાનાં પુષ્પોથી ક્યારેય ખિન્ન થતો નથી.”
આપણી યોજનાઓ વિશે જરા વિચાર કરીએ. કેટલાકમાં ભવ્ય સફળતા અને કેટલાકમાં ઘોર નિરાશા અને નિષ્ફળતા તો ક્યારેક છેક સફળતાને કિનારે વહાણ લાંગરવાનું હોય અને ડૂબી જાય છે તો ક્યારેક નિષ્ફળતાનાં વાદળોથી ઘેરાયેલા ગમગીન આકાશમાં સફળતાનો સૂર્ય એકાએક ઊગે. આમ યોજનાની સફળતા કે નિષ્ફળતા આપણા હાથની વાત નથી. સફળતા મળે કે નિષ્ફળતા મળે, એનો સ્વીકાર કરીને આગળ ચાલવું, કારણ કે યોજનાના પરિણામ અંગે આપણે કશું નિશ્ચિત કહી શકતા નથી. આફત કે સંકટથી અકળાવાને બદલે જે કોઈ પરિસ્થિતિ હોય તેનો સાનંદ સ્વીકાર કરવો. - વિશ્વવિજેતા થવાની મહેચ્છા સાથે મહાન સિકંદર ગ્રીસથી નીકળ્યો હતો. પરંતુ એની આ વિજયયાત્રા ભારત સુધી આવીને થંભી ગઈ ! એને ગ્રીસ પાછા ફરવું પડ્યું. એ ચીન સુધી પહોંચી શક્યો નહીં તો એને જીતવાની તો વાત જ શાની ? એની જગતવિજેતાની ભવ્ય ઇચ્છા સિદ્ધ થઈ નહીં. ગ્રીસથી વિજયયાત્રાએ નીકળ્યો ત્યારે સિકંદરે માતાને સાંત્વન આપ્યું હતું કે “જગતવિજેતા થઈને હું તારી પાસે પાછો આવીશ અને પછી તારી ભરપૂર સેવા કરીશ'. પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે એ વિજય મેળવીને ગ્રીસ દેશના સીમાડે પહોંચ્યો ત્યારે એને એની માતાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા ! સિકંદરની યોજના અને ઇચ્છા - એકેય સફળ ન થઈ.
આથી જ ઈશ્વરની યોજનાને સમજનારી મરમી વ્યક્તિઓ જે કોઈ પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરે છે. પરિસ્થિતિથી અકળાઈ જવાને બદલે પ્રતિકૂળ સંજોગોને આવકારે છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની પત્ની