________________
સુખ દુઃખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈના નવ ટળે,
રઘુનાથના જડિયા.” જીવનમાં જે સુખ કે દુઃખ આવે, આશા કે વિષાદ જાગે, આનંદ કે વેદના સર્જાય, તેને સંતો અને મહાત્માઓ ઈશ્વરની દેન માને છે. એમણે જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો હસતે મુખે સ્વીકાર કર્યો છે. એની સામે કશી ફરિયાદ કરી નથી; એ અંગે કોઈ આશ ઠાલવ્યો નથી અથવા તો એવી ઘટનાઓને કારણે સંત આસ્તિકમાંથી નાસ્તિક બની ગયા નથી. ‘રામ રાખે તેમ રહીએ” એ રીતે રહે છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ ‘જે જે ભાવો અવશ્ય બનવાના છે, તેમને જો અટકાવી શકાયા હોત તો નળ, રામ કે યુધિષ્ઠિર જેવા મહાપુરુષો દુ:ખોથી લપાત નહીં.'
આધુનિક સમયમાં ભાગ્યે જ એ પરમની, એ ઈશ્વરની ઇચ્છાનો વિચાર થતો હોય છે, તો પછી એનો આનંદભેર સ્વીકાર તો ક્યાંથી થાય? જો યથાર્થપણે સ્વીકારભાવ કેળવવામાં આવે, તો વ્યક્તિ જે તે પરિસ્થિતિ અને પરિણામને સમતાપૂર્વક સ્વીકારી શકે. એનું જીવન સુખ- 1 દુ:ખથી દોલાયમાન નહીં થાય અને આનંદસભરતાથી એ જીવતો રહેશે. | આપણે કોઈ યોજનાનો પ્રારંભ કરીએ ત્યારે એ માટેના આપણા પ્રયત્નનો પ્રારંભ થાય છે, પરંતુ યોજનાના પરિણામની આપણને કશી ખબર હોતી નથી. ધાર્યું હોય કંઈ અને થાય કંઈ ! આથી જ આરંભસમયે વ્યક્તિ ઈશ્વરસ્મરણ કે પ્રાર્થના કરે છે, કારણ એ કે આરંભનું આપણને જ્ઞાન –એની ખબર હોય છે, પરંતુ યોજનાના અંત વિશે આપણે સાવ બેખબર હોઈએ છીએ. એવો ખ્યાલ પણ આવતો નથી કે ધારેલી યોજના સફળ થશે અને આપણી સંપત્તિમાં વધારો થશે કે પછી એ યોજના નિષ્ફળ જશે અને આપણું જીવન ચોમેર આફતોથી ઘેરાઈ જશે !
કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી. એટલે કે વ્યક્તિએ પુરુષાર્થ કરવો પણ અમુક પરિણામ આવશે જ એમ માનવું નહીં. એનો આ પુરુષાર્થ તો વૈજ્ઞાનિકના પ્રયોગ જેવો છે, જેમાં નિષ્ફળતાઓ આવતી રહે અને ઈશ્વરકૃપા હોય તો સફળતા હાથ લાગે. કુશળ આયોજક ઈશ્વર પાસે તો યોજનાની આખી રૂપરેખા હોય છે. સમગ્ર યોજનાના આરંભથી અંત સુધીનો
પરમનો સ્પર્શ ૧૧