________________
મુજ જીવનમાં તુજ ઇચ્છા
પ૬ પરમનો સ્પર્શ
મંદિર, દેરાસર, ચર્ચ કે સિનેગૉગમાં જતા શ્રદ્ધાળુઓના ચહેરા તમે જોયા છે ? એમની ચાલમાંનો ઉત્સાહ અને હૃદયમાંનો ઉમંગ તમે દીઠો છે ? હકીકતમાં પાંચ પ્રકારના ઈશ્વરના ઉપાસકો જોવા મળે છે. પ્રથમ પ્રકારના ઉપાસકો એ રૂઢિગત ઉપાસકો છે. એમને વર્ષોથી એવા સંસ્કાર
આપવામાં આવ્યા છે કે સવારે ઊઠીને તત્કાળ મંદિરમાં ઈશ્વરદર્શને જવું. | એવે સમયે મુખની, શરીરની કે વસ્ત્રની પવિત્રતાની પરવા કરવી નહિ.
આવી વ્યક્તિઓ પથારી-ત્યાગ કરે કે તરત મંદિર ભણી દોડી જાય છે. કેટલીક વ્યક્તિઓ આરતીના સમયે અચૂક હાજર થઈ જાય છે અને આરતી પૂરી થયા પછી પ્રસાદ ગ્રહણ કરીને વિદાય પામે છે. આરતીનો સમય થઈ ગયો હોય ત્યારે એ એમ કહેશે નહીં કે “મારે મારા પ્રભુની પાસે જવું છે', પરંતુ એમ કહેશે કે “જરા આરતીમાં જઈ આવું. પ્રસાદ લઈને તરત પાછો આવું છું.' અહીં ઈશ્વરદર્શન કે આરતી એ બધું જ રૂઢિગત બની ગણેલું જણાય છે. વર્ષોથી પોતાના ઘરમાં અમુક પરંપરા પળાતી હોય, એ જ પરંપરા પાળનાર વ્યક્તિઓ રૂઢિબદ્ધ બની જાય છે અને પછી એ રૂઢિ એમને બાહ્યક્રિયામાં ડુબાડેલા રાખે છે. એમાં પરમના આંતરસ્પર્શની કોઈ વાત આવતી નથી.
બીજા પ્રકારના ઉપાસકો એવા હોય છે કે જેમની શ્રદ્ધા ઈશ્વર પર નહિ, પરંતુ અમુક વાર પર ટકેલી હોય છે. આજે ગુરુવાર છે એટલે સાંઈબાબાનાં દર્શન કરવાં કે પછી આજે શનિવાર છે એટલે હનુમાનજીનાં દર્શન કરવાં એવો એમનો નિયમ હોય છે. અંબાજી હોય, ડાકોર હોય કે પછી મહુડી કે પાલિતાણા હોય, - અમુક તિથિએ એમનાં દર્શન કરવાં જ, એવો નિયમ ધરાવનાર પણ મળે છે. આમાં કેટલાક ભાવનાશાળી હોય છે અને કેટલાક માત્ર નિયમબદ્ધ. સવાલ એ જાગે કે શનિવાર સિવાય અન્ય દિવસે હનુમાનજીની ઉપાસના કેમ નહિ ? આવો દિવસ નિશ્ચિત