________________
થાય છે. મનની નિર્મળતા. ચિત્તની પ્રસન્નતા અને આત્માની પવિત્રતા પામવા માટેનું સૌથી મોટું સાધન એ સત્સંગ છે, એમાં વ્યક્તિ સદ્-શ્રવણ કરીને નવા વિચારો મેળવે છે, નવું ચિંતન પામે છે અને પોતાના જીવનની દશા અને દિશા વિશે ગંભીરતાપૂર્વક વિચારે છે.
આ પછી ત્રીજો સ્તંભ છે સદ્-આચરણનો. માત્ર ઊંચા વિચારોએ જ વ્યક્તિ અટકતી નથી, પરંતુ સદાચરણ માટે એ પ્રયાસ કરે છે અને આવા સચરણ દ્વારા પોતાના વન-વ્યવહારને ઉર્ધ્વગતિએ લઈ જાય છે. જે વિચારો પોતે મેળવ્યા હોય છે એ વિચારોને સાધક આચરણમાં ઉતારે છે.
RO
પરમનો સ્પર્શ ૫૫
@