________________
કરવાથી દર્શન કરવાનું નિશ્ચિત થાય છે એ ખરું, પરંતુ એ દર્શન સાથે આપણું એ ઈશ્વર કે સંતના હૃદયના સાથે કેટલું અનુસંધાન સધાય છે તે એક સવાલ છે. આવા દર્શનનો પણ એક વિધિ બની જાય છે અને તેને પરિણામે વ્યક્તિ માત્ર અમુક તિથિ કે વારને નજરમાં રાખીને રૂઢિવશ ઇષ્ટદેવનાં દર્શન કરે છે.
- ત્રીજા પ્રકારના ભક્તો એ કામનાથી ભક્તિ કરનારા હોય છે. એ ઈશ્વર પાસે જાય છે, કિંતુ પોતાના યાચના-પાત્રને લઈને જાય છે. તેઓ એવી માન્યતા લઈને જાય છે કે પોતાની અંગત ઇચ્છા ઈશ્વર પૂર્ણ કરી આપશે. એનું લક્ષ ઈશ્વર આરાધનાને બદલે પોતાની ઇચ્છાની આરાધનાનું હોય છે. આજે નહિ તો કાલે, આ પ્રકારની ભૌતિક કામનાઓ તૃપ્ત કરવા માટે પ્રસિદ્ધ એવા ઈશ્વર પોતાના પર પણ કૃપાવંત બનશે એમ તે માને છે. એ રીતે તે પોતાની કામના, ઇચ્છા કે વાસનાને લઈને ઈશ્વર પાસે જાય છે. એના પ્રલોભન અને પ્રયોજનને જોઈને ઈશ્વર પણ કેવું મરક મરક હસતો હશે એ વિચારવા જેવું છે !
કેટલીક વ્યક્તિઓ ધર્મસ્થાનમાં સમય વ્યતીત કરવા માટે જતી હોય છે. નિવૃત્તિકાળમાં કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને વિશેષ સમય મળતો હોય છે અને તેથી એ સમય પસાર કરવા તે વ્યક્તિઓ પ્રભુદર્શને જતી હોય છે. તેઓ એ મંદિરમાં જેટલો સમય બેસે છે, એનાથી વધુ સમય મંદિરના ઓટલા પર, નજીકના બાંકડા ઉપર કે આસપાસનાં સ્થાનોમાં વિતાવે છે. એનો હેતુ માત્ર બેસીને સમય વ્યતીત કરવાનો હોય છે. હવે તો એક નવું વલણ એ જોવા મળે છે કે મુલાકાતના સ્થાન તરીકે બે મિત્રો મંદિરને નક્કી કરે છે. સાંજના સાત વાગ્યે આપણે અમુક મંદિર કે દેરાસરની બહાર મળીશું એવી ગોઠવણ કરતા હોય છે એ રીતે સમય વિતાવવાના સ્થળ તરીકે અને મુલાકાતના સ્થળ તરીકે મંદિરનો મહિમા વધ્યો છે ! થોડાં વર્ષો પૂર્વે જેના વિવાહ થયા હોય એવાં યુવક અને યુવતી મંદિરમાં જતાં-આવતાં પરસ્પરને થોડી વાર મળવાનું આયોજન કરતાં હોય છે. આમ મંદિરનો માનવી પોતાની રીતે ઉપયોગ કરવા લાગ્યો છે અને એથી જ ઘણી વાર એમ લાગે છે કે માણસને ઈશ્વરે ભલે બનાવ્યો પરંતુ માણસેય ઈશ્વરને બનાવવામાં (બનાવટ કરવામાં) પાછું વાળીને જોયું નથી.
ઉપાસકોના ચોથા પ્રકારમાં ભક્તિ દ્વારા દંભ અને આનંબરને પોષનારા અને એનું પ્રદર્શન કરનારા લોકો આવે છે. અન્યને દેખાડવા માટે એમની
પરમનો સ્પર્શ પ૭