________________
0
Jdh≥ [l××ãh 29
નથી. તમારાં દુઃખોમાં કશો ફરક દેખાતો નથી. કારણ કે આ બંગલો અને કારમાંથી તમે જે સુખ મેળવવા ઇચ્છતા હતા, એ સુખ તો એમાં હતું જ નહિ. વિશાળ બંગલો બનાવીને અને અદ્યતન કાર લઈને તમારી કામના તૃપ્ત કરી, પણ તમારી સુખ-આનંદ કે પ્રસન્નતા મેળવવાની આશા વણપૂરી રહે છે, આથી માણસનાં મોટા ભાગનાં દુઃખો એની કામનાથી સર્જાનાં હોય છે. જો તે અપેક્ષાઓ અને કામનાનો ત્યાગ કરે તો તેના વનમાં દુ:ખ ક્યાંય હોતું નથી.
માણસ જેને દુઃખ કહે છે, એના મૂળમાં ક્યારેક એના સ્વયંના દુર્ગુણોમાં રહેલાં હોય છે. માણસ અત્યંત કંજૂસ હોય કે અત્યંત ઉડાઉ હોય, તો એનો આ દુર્ગુણ જ એના વનમાં દુઃખનું કારણ બને છે. કંજૂસ હોય તો એ ભોગવી રાતો નથી અને ઉડાઉ હોય તો એ જાળવી શકતો નથી. એના દુર્ગુણો જ આ પરિણામ આપે છે અને એ એને દુઃખ તરીકે ઓળખે છે. કેટલાકને આડેધડ શૉપિંગ કરવાની એટલી બધી આદત હોય છે કે પછી શૉપિંગ એ એનો દુર્ગુણ બની જાય છે અને એની જીવનપદ્ધતિ અતિ ખર્ચાળ બની જાય છે, પછી એ માણસ દુ:ખ સાથે ખર્ચાળ જીવનની ફરિયાદ કરતો હોય છે. હકીક્તમાં એમાં એના દુર્ગુણો કારણરૂપ હોય છે. કારણની પરંપરા શોધો તો ખ્યાલ આવે કે આવી પડેલા દુઃખનું મૂળ કારણ શું છે ? આમ દુઃખની અવગણના કરવાની જરૂર નથી, એમાં ડૂબી જવાની જરૂર નથી, એનાથી વ્યાકુળ બનનાર પોતાના જીવનને વધુ મુશ્કેલ બનાવે છે.
‘ફ્રૉમ પૉવર્ટી ટુ પાવર' ગ્રંથમાં જેમ્સ એલન કહે છે કે અનુભવીની અદાથી નહીં, પણ અનુભવની શાળાના કહ્યાગરા બાળક બનીને નમ્રતા અને ધૈર્ય ધારણ કરીને મનુષ્યજીવનના સર્વાંગી અનુભવના ભાગ રૂપે દુઃખને સ્વીકારવું જોઈએ. દુઃખની કસોટીમાંથી પસાર થયા પછી વ્યક્તિને શાંતિ મળી શક્તી હોય છે, એમાં પણ દુઃખને ઓળખ્યા પછી વ્યક્તિ સંકલ્પબદ્ધ બનીને પોતાનું ભાગ્ય ઘડી શકે છે.
સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુ:ખ પ્રત્યે આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે. આથી એ જીવનમાં સતત સુખની શોધ કરતો હોય છે અને દુઃખથી
|_