________________
દૂર ભાગતો હોય છે, પરંતુ સુખનું સાચું મૂલ્ય તો દુઃખની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પછી જ પ્રાપ્ત થાય છે.
દુઃખ વ્યક્તિના ચિત્તને સ્થિરતા આપે છે. એ ગંભીર બનીને પોતાના જીવન વિશે ગહનતાથી વિચારવા લાગે છે. સુખમાં ઝડપભેર દોડી રહેલો માણસ દુ:ખ આવતાં એકાએક થોભી જાય છે; થંભી જાય છે. સુખના આનંદ અને ઉલ્લાસમાં કે પછી સુખ માટેની આંધળી દોડમાં એ ઘણું ભૂલ્યો-ભટક્યો હોય છે. એને કેટલાય વિકાર અને વ્યસનોનાં વળગણો લાગી ગયાં હોય છે, પરંતુ એનાં સારા-માઠાં પરિણામની એને દુઃખમાં જાણ થાય છે. સુખમાં ઝાકમઝોળભર્યો અનુભવ હોય છે, જ્યારે દુઃખમાં ગંભીર દૃષ્ટિકોણ હોય છે, આથી જ ‘વાલ્મીકિ રામાયણ’ જેવી મહાન કૃતિ દુ:ખના આઘાતમાંથી સર્જન પામી છે.
દુઃખની વેદનાએ જગતને કેટલાંય મહાન સર્જનો આપ્યાં છે. કવિની પીડા હોય કે ચિત્રકારની વેદના હોય, પણ એણે જગતને નવાં નવાં સર્જનોની પ્રેરણા આપી છે. આનું કારણ એ છે કે દુઃખ વ્યક્તિને મનના ઊંડાણમાં જઈને વિચારતી કરી મૂકે છે. એનામાં એક પ્રકારની વૈચારિક પ્રૌઢતા આપે છે અને એથી જ દુ:ખ એ દવા જેવું છે. એ ઉગ્ન છે, પણ ગુણકારક છે. એ અપ્રિય છે પણ ઉદ્ધારક છે. દુઃખને સામે ચાલીને આલિંગન આપવા કે સ્વીકારવા માટે કોઈ જતું નથી, પરંતુ પોતાના શિરે આવેલાં દુ:ખમાંથી બોધપાઠ લેનારા ઘણા હોય છે. જો દુ:ખ ન હોત તો માનવીને પોતાની ભાવનાનું પૃથક્કરણ કરતાં આવડ્યું ન હોત. એ દુઃખ આવતાં પોતાની ભાવનાની યોગ્યયોગ્યતા વિચારે છે. તે ભાવના | ધસમસતા પ્રવાહમાં કરેલી ભૂલોને જાણવાનો, તાગવાનો અને એના મૂળ કારણને સમજવાનો પ્રયાસ કરે છે.
સામાન્ય માન્યતા એવી છે કે ભાવના આવેગમાં કે ભક્તિના ઉછાળમાં વ્યક્તિ ઈશ્વરને પામે છે, પરંતુ ભાવનો આવેગ વ્યક્તિના ચિત્તને ક્યાંય ઠરવા દેતો નથી. ભક્તિની અતિશયતા એને ઘેલછામાં ડુબાડી દે છે, આથી પરમાત્મ-પ્રાપ્તિમાં ભાવ અને ભક્તિ સાથે દુઃખનું મિશ્રણ થવું જોઈએ. સંતોનાં ચરિત્રો જોતાં ખ્યાલ આવે છે કે આ સંતોને જીવનમાં ઘણાં દુ:ખો પડ્યાં છે. આ દુ:ખોને કારણે જ એમની પરમાત્મા પ્રત્યેની આસ્થા વધુ દઢ બની અને એ દુઃખો દ્વારા જ એમની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને તેના ભાવના કુંદનની કસોટી થઈ છે. આથી એક કવિએ ગર
પરમનો સ્પર્શ ૧૯૯
- Do