________________
રીતે એની ઉપાસના કરે છે. આવી ઉપાસનામાં સૌથી મોટો ભય એ હોય છે કે વ્યક્તિની આંખ માત્ર રામચંદ્રજીના મુગટ પર જડેલા હીરા પર સ્થિર થઈ જાય અને એની પ્રશંસા કરવા લાગે. જેમણે સઘળા રાગો છોડ્યા છે એવા વીતરાગની મૂર્તિ પરનાં પુષ્પઆચ્છાદનને કે એની ભવ્યાતિભવ્ય આંગી પર જ એની નજર ચોંટી રહે, એનાં દર્શન કરવા માટે ધક્કામુક્કી કરે અને જ્યારે આવી આંગી ન હોય ત્યારે દર્શનમાં રસ દાખવે નહીં અથવા ક્યારેય એ વીતરાગ પુરુષના ધર્મનું ચિંતન કરે નહીં. આમ ઈશ્વરનું ભૌતિક રૂપ ક્યારેક આપણી ઇન્દ્રિયોના બાહ્યાનંદને બહેકાવતું હોય છે અને તેથી જ ભક્ત એનાથી અળગો રહીને એના આંતરગુણોને આત્મસાત્ કરવા પ્રયત્ન કરતો હોય એ જરૂરી છે.
પરમનો સ્પર્શ ૮૧
જ
|