________________
૪૮ પરમનો સ્પર્શ
પાપમાંથી મુક્ત થવાની હોય છે. જે અંધકારને એણે સામે ચાલીને આવકાર્યો હોય છે એ અંધકારના ફળમાંથી ઊગરવા એ અતિ આતુર હોય છે.
સાધક એ વિચારતો નથી કે ઈશ્વરની નજર એના હૃદયના તિમિર પર નહીં, પણ પ્રકાશ પર છે. એને તો સાધકની ભીતરમાં રહેલા પ્રકાશને જોવો છે અને એમાં વિશેષ તેજ પૂરવું છે. જો તમે પોતે પ્રકાશિત નહીં હો, તો અન્યને કઈ રીતે પ્રકાશિત કરી શકશો ?
કેટલીક વ્યક્તિ એમ માને છે કે હું સરકારી કર્મચારી કે કંપનીનો અધિકારી બનું, એવું મારું કર્તવ્ય ઈશ્વરે જ નક્કી કર્યું છે. કેટલાક કહે છે કે મારી ‘જૉબ” પણ ઈશ્વરે જ નક્કી કરી છે. હકીકતમાં ઈશ્વર આવી કોઈ બાબતો ની કરતો નથી, પરંતુ એ પ્રત્યેક મનુષ્યને માટે કશુંક જીવનલક્ષી અને ઊર્ધ્વગામી કર્તવ્ય નિર્ધારિત કરે છે. સાધકનું કામ છે ઈશ્વરની સમક્ષ ઊભા
રહીને એના પ્રકાશને પામવાનું. ઈશ્વર એને નોકરી, “પ્રમોશન” કે જીવનસાથી 5 આપતો નથી, પરંતુ એને જીવનમાં સાર-અસારની સમજણ આપતો વિવેક
આપે છે. એ ઈશ્વરને તમારા જીવનમાં પ્રકાશ રેડવામાં રસ છે, માટે એ તમારા સગુણો પર નજર ઠેરવીને બેઠો હોય છે.
તમે તમારા બાળક પાસે ચિત્રો દોરાવવા ઇચ્છતા હો ત્યારે તમે જ એને પીંછી આપો છો. તમે એને વિશેષ અભ્યાસ કરાવવાની ઇચ્છા રાખો છો, તમે એને માટે પુસ્તકો લાવી આપો છો. એ જ રીતે ઈશ્વર સાધકના હૃદયમાં મુમુક્ષા જગાડવા ચાહે છે અને તેથી એની દૃષ્ટિ તો સાધકની ઉચ્ચ ભાવનાઓ, ઉમદા આચારો, ગહન વિચારો અને નિર્મળ અને નિખાલસ હૃદયની મુમુક્ષા પર સ્થિર થયેલી હોય છે. ઈશ્વર તમારા સદ્અં શો પર દૃષ્ટિ ઠેરવીને બેઠો હોય છે, એને એ ખીલવવા ચાહે છે. એની સુવાસ સર્વત્ર ફેલાય એવો એનો આશય છે.
ઘણી વ્યક્તિઓ સોગિયું મોટું કરીને ઈશ્વર પાસે આવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ મંદિરનાં પગથિયાં ચડીને ઈશ્વરની સમક્ષ પહોંચતાં જ પોતાની ચિંતાનું પોટલું એની સામે જોરથી પછાડતી હોય છે. કોઈ થોકબંધ માગણીઓની અરજીઓ એની સમક્ષ મૂકતું હોય છે. કેટલાક પોતાની જાતને તદ્દન નિમ્ન, ક્ષુદ્ર, પાપી કે અધમ માનીને એની સામે ધ્રુજતા ધૃજતા ઊભા રહે છે, જાણે ઈશ્વર કોઈ કડક સજા કરનારો માથા ફરેલ ન્યાયાધીશ ન હોય !
આવી રીતે ઈશ્વર સન્મુખ જશો, તો ક્યારેય એના દર્શનથી ચિત્તને