________________
૯
ઈશ્વર તમને ચાહે છે !
આપણા ભગવાનની દૃષ્ટિ કેવી છે, તે વિશે ક્યારેય આપણે વિચાર્યું છે ખરું? આંખો મીંચીને પ્રભુ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પ્રભુની નજરનો વિચાર કરે છે. ખરો ? એ ઈશ્વર પાસે જાય છે, ત્યારે એના પ્રત્યે ઈશ્વર કઈ દૃષ્ટિએ જોઈ રહ્યા છે તે વિચારવું જોઈએ.
કેટલાક ઈશ્વર પાસે અનેક ગુનાઓ કરનાર ગુનેગારની માફક હાજર થાય છે. એ ઈશ્વરની દૃષ્ટિનો અનુભવ કરવાને બદલે પોતે જીવનમાં કરેલા ગુનાઓનો ઝડપથી એકરાર કરવા માંડે છે. પોતાની જાત પર ફિટકાર અને ધિક્કાર વરસાવે છે. વળી જુએ છે કે અન્ય કોઈ જાણતું કે સાંભળતું તો નથી, પછી ખુલ્લા દિલે અને મોકળા મને પોતાના દોષો વર્ણવે છે. દોષોને યાદ કરી કરીને પસ્તાવો કરે છે. આવે સમયે એ ઈશ્વરની દૃષ્ટિને જોવાનું ચૂકી જાય છે.
એણે વિચારવું જોઈએ કે શ્રીકૃષ્ણ કે શ્રીરામે આપેલું આ જીવન એક મહાન જીવન છે. સાડા બાર વર્ષ સુધી અનેક ઉપસર્ગો સહન કરીને ઉત્કૃષ્ટ સાધના કરનાર ભગવાન મહાવીરે આને માટે ત્યાગ કર્યો હતો? તમારી આવી જિંદગીને માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડ્યા હતા. જો ઈમર પાસે તમે તમારો અંધકાર લઈને જશો તો પ્રકાશ પામવાની શક્યતા ક્યાંથી રહેશે. તમે એની સમય સતત આત્મભર્સના કરતા રહેશો તો તમારા આત્મા પર એની અમીષ્ટિ ક્યાંથી પડશે ? તમે પોતે પસાર કરેલા અત્યાર સુધીના જીવન બદલ સતત શરમ અનુભવતા રહેશો, તો એ સંકુચિત વનને ઈશ્વરનું અજવાળું ક્યાંથી સાંપડશે ?
[62]h* [[lth
આનું એક કારણ એ કે સાધક એમ માને છે કે હું ઈશ્વર સમક્ષ મારાં સઘળાં પાપોનું સાંગોપાંગ વર્ણન કરી દઉં અને એમ કરીને પાપમુક્તિ મેળવી લઉં. પછી પાપની ભવિષ્યમાં સજા થાય એવી શક્યતા જ ન જ
રહે. એને જેટલી તાલાવેલી પાપ કરવાની હતી એટલી જ તાલાવેલી 0
so0