________________
Jdhe lok≥h 25
એ હશે કે એ પોતાની અનુકૂળતા પ્રમાણે જોતો, કરતો કે વિચારો હશે. એ એ જ સાંભળતો હશે; જે એને પસંદ હશે; એ એ જ જોતો હશે જે એને જોવું હશે; એ એ પ્રમાણે વિચારતો હશે જે પ્રમાણે એને પોતાની બાબતમાં વિચારવાનું ગમતું હોય છે.
એ પોતાના હિમાલય જેવડા દોષને રાઈ જેવડો ગણીને એની ઉપેક્ષા કરતો હશે અને બીજાના રાઈ જેવડા દોષને હિમાલય જેટલા મોટા કરીને જોતો હશે. વળી એ બીજાના ગુણોની પ્રશંસા કરવાને બદલે એનો શત્રુ બની જાય છે. અન્યની સમૃદ્ધિ, સત્તા, પદ અને અધિકાર એની અવિરત ઈર્ષ્યાનું કારણ બને છે. બીજાની શ્રેષ્ઠતા જોઈને એ એટલો બધો દુઃખી દુ:ખી થઈ જાય છે કે એને હીન કે અધમ પુરવાર કરવા માટે એની વધુ ને વધુ નિંદા કરે છે.
આવી વ્યક્તિમાં બાહ્ય વૈભવની તીવ્ર લોલુપતા હોય છે. એ વૈભવ સત્તાનો હોય, સમૃદ્ધિનો હોય કે પછી યશનો પણ હોય – પરંતુ જેમ બાહ્ય વૈભવ વધે છે તેમ તેમ એનું આંતરિક દારિદ્રય પણ વધતું જાય છું અને પછી એ વ્યક્તિ ભીતર તરફથી પોતાનું મુખ ફેરવીને માત્ર બાહ્યને જોતી હોય છે. પોતાના દોષ કે પોતાની ક્ષતિઓ જોવાની હિંમત એ ગુમાવી બેસે છે અને પોતે રચેલા માયાવી જગતના ભ્રમમાં પોતાની જાતને સાચવે છે. એ સ્વાર્થસિદ્ધિ કરે છે, બાહ્ય માન-સન્માન પામે છે, પરંતુ એનું જીવન આનંદથી વંચિત રહે છે; એટલું જ નહીં, પણ સમય જતાં એની બાહ્ય સમૃદ્ધિની ઇચ્છા લોલુપતામાં પલટાય છે. પહેલાં એ વિવેક જાળવીને પ્રાપ્તિ કરતો હોય છે, યોગ્ય હોય તે સ્વીકારતો હોય છે; કિંતુ પછી એની લોલુપતા અને મહત્ત્વાકાંક્ષા એને અયોગ્ય, અનિષ્ટકારક અને અનીતિમય માર્ગે લાલસાઓની પૂર્તિ માટે દોરી જાય છે.
જાતને જુઓ, જાતને ઓળખો, જાતને પડકારો, જાતને શોધો. એ વિશે ગહન વિચાર કરવો જોઈએ કે ‘હું કોણ છું?' આ ઇચ્છાઓ કરે છે તે કોણ છે ? આ કામનાઓની પાછળ દોડે છે તે કોણ છે ?
આ અશાંતિ વહોરી લાવે છે તે કોણ છે અને ‘એ કોણ છે ?'ની શોધ જ તમને તમારો ચહેરો બતાવશે. ભીતરની તપાસ થશે તો આપોઆપ
વાણી, વિચાર અને વર્તનમાં પરિવર્તન આવરો. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે, “ચોખ્ખા દિલના લોકો પરમ સુખી હોય છે.” એનો અર્થ જ એ કે જો વ્યક્તિનું દિલ ચોખ્ખું હશે, તો એનું જીવન શુદ્ધ બનશે. એનાં વાણી,
|_