________________
વર્તન અને વ્યવહાર શુદ્ધ બનશે અને એ ચોખ્ખા દિલની સાથોસાથ એના હૃદયમાં સચ્ચાઈ, સંયમ અને શુદ્ધિનો પ્રાદુર્ભાવ થશે, જેના દ્વારા એના જીવનમાં આપોઆપ શાંતિ, સ્વસ્થતા અને આનંદ પ્રગટશે અને એ પરમનો સ્પર્શ પામી શકશે.
એ સચ્ચાઈ સાથે પોતાના સ્વરૂપને જોશે અને પછી એ સ્વરૂપમાંથી જાગેલો સૂર એના જીવનનાં સર્વ કાર્યોમાં ગુંજી ઊઠશે. આ હૃદયની શુદ્ધતા કેવી હોય ? બાળક જેવી. એક વખત ઈસુ ખ્રિસ્તને એમના એક શિષ્ય પૂછયું, “તમે જે ઈશ્વરના રાજ્યની વાત કરો છો તે ઈશ્વરના રાજ્યમાં કોને પ્રવેશ મળશે?”
નજીકમાં એક બાળક હતું, તેને ઈશુએ મેજ પર ઊભું રાખીને કહ્યું : “આ બાળકના જેવો જે હશે તેમનો ત્યાં પ્રવેશ થશે.”
શંકરાચાર્ય, શુકદેવ કે જ્ઞાનદેવ બાળક હતા ત્યારે જ એમના શુદ્ધ સ્વરૂપને કારણે પરમનો સ્પર્શ પામ્યા હતા. શિવાજી છત્રપતિના ગુરુ સમર્થ સ્વામી રામદાસને એક વાર બાળકો સાથે રમતા જોઈને લોકોને નવાઈ લાગી. એક વ્યક્તિએ એમને પૂછયું :
“અરે ! આજે આપ શું કરો છો ?”
સમર્થ સ્વામી રામદાસે કહ્યું, “ઉંમરે જે છોકરાં જેવાં હતાં, તે મોટાં થઈ ગયાં અને ઉંમરે જે મોટાં હતાં તે ચોર થઈને રહ્યાં. ઉંમર વધે ! છે તેની સાથે માણસને શિંગડાં ફૂટે છે, પછી ઈશ્વરનું સ્મરણ સરખું થતું નથી. નાના બાળકના મન પર કોઈ જાતના થર બાઝેલા હોતા નથી. તેની બુદ્ધિ નિર્મળ હોય છે.” હૃદયની આવી નિર્મળતા એ જ અધ્યાત્મનો મર્મ છે.
જીવનનું ધ્યેય કઈ રીતે નક્ક કરશો ? કારણ એટલું જ કે જેની પાછળ અમૂલ્ય એવું જીવન સમર્પિત કરવું છે એવા જીવનનું ધ્યેય તો ઉત્કૃષ્ટ હોવું જોઈએ. જો ધ્યેય જ ખોટું મળી જાય, તો આખી જિંદગી વ્યર્થ વેડફાઈ જાય. આથી સમાજસેવક હોય, જીવનસાધક હોય કે આત્મસાધક હોય, પણ એણે એના ધ્યેયની પૂરી ચકાસણી કરવી પડે. ક્યારેક વ્યક્તિ લાગણીના આવેશમાં આવીને અમુક નિશ્ચય કરી નાખે છે. ઘણી શિક્ષિત વ્યક્તિઓ પણ પોતાની અંગત લાગણીએ લીધેલા અધકચરા નિર્ણયો પર ચાલતી હોય છે. કોઈ યુવાનને પ્રણયભંગ થાય તો એની પાછળ પોતાની પ્રિયતમાને કારણરૂપ માનીને સમય જતાં એ
પરમનો સ્પર્શ ૧૬૫