________________
સમગ્ર સ્ત્રી જાતિ પ્રત્યે નફરત કેળવે છે. કોઈ સ્ત્રીને એક પુરુષનો ખરાબ અનુભવ થાય એટલે એ આખી પુરુષજાતને રાવણસમી માનીને નિંદે છે. આમ ઘણી વાર આપણા અંગત જીવનની લાગણીઓ ગ્રંથિ રૂપે બંધાઈ જાય છે અને એને પરિણામે વ્યક્તિ ઔદાર્ય અને વ્યાપકતા ગુમાવે છે, આથી આપણી લાગણીઓ પર આધાર રાખીને આપણે કોઈ ધ્યેય નક્કી કરી શકીએ નહીં.
ઘણી વ્યક્તિઓની લાગણી સમયાનુસાર બદલાતી હોય છે. એક સમયે એક વ્યક્તિને એનો પુત્ર પ્રિય લાગે છે અને થોડે વખતે તદ્દન અપ્રિય બની જાય છે, વળી એ પુત્ર જો મદદ કરે તો પાછો પ્રિય બની જાય છે. લાગણીના સતત પરિવર્તનને કારણે નિર્ણય બાંધી શકાય નહીં. આને માટે શ્રીમદ્ ભગવદ્ગીતામાં ‘નિષ્ઠા’ શબ્દ પ્રયોજાયો છે. આ નિષ્ઠા એટલે શું ? એની વ્યાખ્યા કરતાં ‘ગીતાબોધવાણી માં શ્રી રવિશંકર મહારાજ
૧૬૬ પરમનો સ્પર્શ
- “નિષ્ઠા એટલે નિશ્ચય કરીને એક વસ્તુ ની કરીને તેમાં ચોંટી જવું, દૃઢ થઈ જવું. નિષ્ઠા એટલે ચોક્કસ રીતે સિદ્ધ થયેલી વસ્તુ. નિષ્ઠા એટલે પોતાનું પ્રત્યક્ષ થયેલું દર્શન.”
આવો નિષ્ઠાનો મહિમા છે અને આવી નિષ્ઠા રાખીને જીવનમાં ધ્યેય પ્રતિ ગતિ કરવાની છે. આ નિષ્ઠા હોય તો જ પ્રતિકૂળ સમયમાં પણ વ્યક્તિ દૃઢ અને અડગ રહે છે. રાજમાર્ગ પરથી સાંકડો માર્ગ આવતાં એ માર્ગ વ્યક્તિ બદલી નાખતી નથી. આનો અર્થ જ એ કે જેને પોતાની નિષ્ઠાને અનુસરીને ધ્યેય સિદ્ધ કરવું છે, એના માર્ગમાં મુશ્કેલીઓ તો આવવાની. પાર વિનાની પ્રતિકૂળતાનો સામનો કરવાનું બનવાનું. કારણ એટલે કે જેણે ધ્યેય સિદ્ધ કરવું છે એણે પ્રતિકૂળતાઓ પર વિજય મેળવવાનો છે.
રાજ કુમાર વર્ધમાને સઘળો રાજવૈભવ ત્યજીને જંગલમાં સાડા બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું. રાજકુમાર વર્ધમાનમાંથી યોગી મહાવીર બનેલા. એમને સાડા બાર વર્ષ દરમિયાન તેર જેટલી ભયાનક આફતો(ઉપસર્ગ)નો સામનો કરવો પડ્યો. કૂવામાં ઝબોળાવું પડ્યું, દોરડાથી બંધાવું પડ્યું, અજ્ઞાનીઓનો માર ખાવો પડ્યો, સિપાહીઓની ધરપકડ વેઠવી પડી, કાનમાં કાષ્ઠશૂળ ભોંકાયા, ચંડકૌશિક સર્પે દંશ આપ્યો અને સંગમદેવ દ્વારા પોલાશ ચૈત્યમાં છ મહિના સુધી વીસ ઉપસર્ગો સહન કર્યા. આમ તમારા ધ્યેયમાંથી