________________
આવી જાગૃતિ કાજે વ્યક્તિએ સ્વયંનો ગહરાઈથી અભ્યાસ કરવો જોઈએ. એણે સ્વજીવનને ઓળખવું જોઈએ. કઈ બાબતથી એને આનંદ અને પ્રસન્નતા જાગે છે તેનો વિચાર એ કરે તો તે સ્વાભાવિક છે, પરંતુ કઈ બાબતથી પોતાને તીવ્ર આઘાત કે ક્રોધ જાગે છે તેનો ય વિચાર કરવો જોઈએ. જે બાબતથી પોતાને આઘાત થાય છે એ જ બાબતથી અન્યને પણ આઘાત થતો હશે તે સમજવું જોઈએ. આ પ્રકારની જાગૃતિ ત્યારે સધાય કે જ્યારે વ્યક્તિ નિરપેક્ષ રીતે પોતાની જાતનો અભ્યાસ કરતો રહે. એમાંથી જ પછી એને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે.
જીવનમાં સૌથી મહત્ત્વની બાબત તો પોતાના રોજિંદા જીવનમાં જે કંઈ બની રહ્યું છે, એને અંદરથી જોવું અને બહારથી જોવું. એનો અર્થ એ જ કે એની એક આંખ બાહ્ય અનુભવ પર હોય અને એની બીજી આંખ આંતરિક વિકાસ પર હોય. કયો અનુભવ પોતાને કેટલો સુખદ કે દુઃખદ નીવડ્યો તેનો એ વિચાર કરશે અને સાથોસાથ કઈ રીતે પોતાનું આંતરિક દોષદર્શન કરીને એ કેટલો આંતરિક વિકાસ સાધી શક્યો તેનું નિર્મમ બનીને ચિંતન-દર્શન કરશે.
આમ એકસાથે બે પ્રક્રિયાઓ ચાલતી હોય છે : એક પ્રક્રિયા એ બહારથી ભીતર પ્રતિની અને બીજી પ્રક્રિયા એ ભીતરથી બાહ્ય પ્રતિની. | આને માટે સૌથી મહત્ત્વની બાબત એ તાદૃશ્ય અને જાતપરીક્ષણ છે. આ બે ઓજારથી વ્યક્તિ પોતાનો અધ્યાત્મ-માર્ગ કંડારતો રહેશે. વ્યક્તિને માટે અંદર બેઠેલા અહમુને ઓળખવો સૌથી મુશ્કેલ હોય છે. અહમુને ઓળખવા માટે કેવી જાગૃતિ રાખવી જોઈએ એ અંગે જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ઓરડામાં સાપ ભરાયો હોય અને જેવી જાગૃતિ રાખીએ તેવી જાગૃતિ રાખવી જોઈએ. સાપની પ્રત્યેક હિલચાલ પર આપણે બારીક નજર રાખીએ છીએ અને જરાક સળવળાટ કરે તો અતિ સાવધ બની જઈએ છીએ.
આવી રીતે પોતાની જાતનું પરીક્ષણ કરવા જતાં સાધક કેટલાંય આંતરિક સત્યોથી જ્ઞાત થશે. પોતાની જાતનો ચહેરો પોતાના હૃદયના દર્પણમાં જોવા મળશે. આજ સુધી એ પોતાની જાતને ખુશ રાખવા માટે કેવા નાચ નાચતો હતો કે ખેલ કરતો હતો એનો અંદાજ આવશે. એનો અહંકાર ઊછળી આવશે અને એ બોલતો સંભળાશે કે ‘હું કદી ખોટું જોતો નથી, ખોટું કરતો નથી અને ખોટું વિચારતો નથી” અને વક્રતા
પરમનો સ્પર્શ ૧૬૩