________________
૩૧
ફિકરની ફાકી કરે
જાગો !” આ એક શબ્દ કેવો મહા પરિવર્તનકારી છે ! માનવમૂલ્યોના ઇતિહાસમાં આ એક શબ્દ પ્રબળ ઝંતિકારી પરિવર્તન સર્યું છે. જનસમૂહ
જ્યારે કોઈ પાપાચાર, અધર્માચાર કે દુરાચારમાં ડૂબેલો હોય, ત્યારે મહાન વિભૂતિઓએ આવીને એને “જાગો” કહીને એની દીર્થ મૂછમાંથી બહાર | આણ્યો છે. એને જડ, રૂઢ કે હિંસક પરંપરા ત્યજવા માટે પોકાર કર્યો
૧૬૨ પરમનો સ્પર્શ
એક વાર ભગવાન બુદ્ધની સમીપ બેઠેલા વૃદ્ધ ભિખ્ખની કોઈએ વય પૂછી. સિત્તેર વર્ષની વયના એ ભિખુની ઉંમર ભગવાન બુદ્ધે માત્ર સાત વર્ષની કહી ! આનું કારણ એટલું કે આજથી સાત વર્ષ પૂર્વે આ ભિખુમાં જાગૃતિ આવી હતી. એ પૂર્વે એ જીવતા હતા, પરંતુ જાગૃત નહોતા.
જે સમયે અંતરમાં જાગરણ પ્રગટે છે, તે સમયથી વ્યક્તિની આધ્યાત્મિક ઉંમર શરૂ થાય છે. કોઈને આ જાગરણ વહેલું પ્રાપ્ત થાય છે તો કોઈને જિંદગીના અંતે સાંપડે છે; પરંતુ આવા જાગરણથી એનો આત્મા, એની દૃષ્ટિ, એની સૃષ્ટિ અને એનું સમગ્ર જીવન પરિવર્તન પામે છે અને એથી જ પ્રત્યેક વિભૂતિએ લોકસમૂહને ઉચ્ચ ધ્યેય કે લક્ષ્ય તરફ દોરી જવા માટે “જાગો' શબ્દ પ્રયોજ્યો છે.
શ્રીકૃષ્ણ પ્રવર્તમાન દુરાચાર સામે જાગવાનું કહે છે. ભગવાન મહાવીર સર્વત્ર વ્યાપ્ત હિંસા સામે જાગવાનું કહે છે. શ્રી સહજાનંદ સ્વામી સામાજિક દૂષણો સામે જાગવાનું કહે છે અને સ્વામી વિવેકાનંદ માનસિક દારિત્ર્ય ખંખેરીને ઉત્સાહ અને ચૈતન્યના અનુભવ માટે જાગવાનું કહે છે. પ્રત્યેક સંતે પોતાના યુગમાં સમાજને જાગવાનું કહ્યું છે. આ જાગૃતિનો પહેલો પ્રકાર તે રોજિંદા જીવનમાં મન, વિચાર અને વર્તનની જાગૃતિ છે. આને વ્યાવહારિક જાગૃતિ કહી શકાય.