________________
બહારનું કામ છે. વળી કોઈ પણ કાર્યમાં ઊંડે ઊતરવા માટે શક્તિને કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. એકસાથે અનેક કાર્યો કરવા જનાર બધાં કાર્યોમાં પહોંચી શકતો નથી અને તેથી વારંવાર અકળાઈ જાય છે. બધી વસ્તુઓ પર ધ્યાન આપી શકતો નથી અને તેથી એ બધામાં નિષ્ફળ જાય છે અને સમય જતાં હતાશાનો અનુભવ કરે છે.
આમ આદર્શો તો ઘણા છે. ઉચ્ચ ધ્યેયોનો પાર નથી, પણ એ દરેકની પાછળ દોડવા જશો તો તમે ક્યાંયના નહીં રહો. શક્તિને કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો વિચ્છિન્ન થઈ જશે. સ્વામી વિવેકાનંદની ધ્યેયનિષ્ઠાનું તત્કાળ સ્મરણ થાય છે કે જે ધ્યેયનિષ્ઠાને પરિણામે એમણે મહાન કાર્યો કર્યા.
પરમનો સ્પર્શ ૧૬૧
જ
|