________________
૧૬૦ પરમનો સ્પર્શ
ઢાંકણીમાં ઉઘરાવ્યા' જેવી લાગણી થતી હોય છે.
કેટલાક તો કહેશે કે રોજ સવાર પડે છે અને રાત પડે છે અને એ રીતે જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે, પણ જીવનમાં કશુંય કામ થતું નથી. કોઈ વસવસો કરશે કે આખો દિવસ મહેનત કરી, પણ કરવા જેવું એકેય કામ થયું નહીં. કોઈ અફસોસ કરશે કે જીવનમાં ચિત્રકાર કે સંગીતકાર થવાની ઇચ્છા હતી, પરંતુ એ બધી ઇચ્છા સમયના અભાવે દિલમાં દફનાવી દેવી પડી છે.
- તમારી દિનચર્યાની સમય સાથે યાદી કરો, તો તત્કાળ ખ્યાલ આવશે કે આમાં કેટલી બાબતો જરૂરી અને કેટલી બિનજરૂરી હતી. એક જમાનામાં લોકો ગામના ચોરે બેસીને ગપ્પાં મારતા હતા, હવે મોબાઇલ ફોન એ ગપ્પાનું માધ્યમ બન્યો છે. તમારા રોજિંદા જીવનનો કેટલો બધો સમય
એ ખાઈ જાય છે એ વિચાર્યું છે ખરું ? એથીય વધારે રોજ અર્ધા| પોણો કલાક ચાલતા મોબાઇલ પરના સંવાદોમાં કેટલી વાતચીત જરૂરી
અને કેટલી બિનજરૂરી એનો ખ્યાલ કર્યો છે ખરો ? જ્યાં કયૂટર, આઈપૅડ, ટેલિવિઝન અને મોબાઇલે તમારા જીવનને તાબામાં લીધું હોય, ત્યાં સાર્થક પ્રવૃત્તિ માટે તમારી પાસે કેટલો સમય રહેશે ? હકીકતે તો આમાં ખૂંપી ગયેલી વ્યક્તિઓ જીવનની પ્રગતિના વિચારોથી કે એનાં ગંભીર ધ્યેયોથી દૂર થતી જાય છે અને સમય જતાં આ જ ઘરેડમાં પોતાનું જીવન પૂરું કરે છે.
જીવનનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. મજાની વાત એ છે કે આ જીવનમાં બીજાં પેટા-ધ્યેયો પણ આવતાં જાય છે. એ પેટા-ધ્યેયો ઉચ્ચ અને પ્રગતિશીલ હોય છે, પરંતુ તમારે તમારા મુખ્ય ધ્યેયનો પહેલાં વિચાર કરવો જોઈએ. જીવનનો હેતુ એકાંત અધ્યાત્મસાધના હોય અને ત્યાં કોઈ આવીને એમ કહે કે અમારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરવા ફૂલ-ટાઇમ સેવા આપો કે પછી કોઈ આવીને એમ સૂચવે કે ઝૂંપડપટ્ટીનાં વંચિત અને ગરીબ બાળકોને શિક્ષણ આપવાના અમારા કામમાં તમે જોડાઓ, ત્યારે તમારે વિચારવું જોઈએ કે તમારાથી બધાં કામ થઈ શકશે ખરાં ? તમારે તમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું હોય છે. તમે ગરીબની સેવા કરો અને જગતમાં ધ્યાનયોગનું આંદોલન ફેલાવવાનું વિચારો તો એ બંને નહીં થાય.
ધ્યેય તો બધાં સારાં છે, પરંતુ એ બધાં જ કાર્ય કરવાં એ ગજા