________________
છે
છે. ગમે તે થાય તો પણ પરમ પ્રત્યેનો મારો આ પ્રેમ સહેજેય વિચલિત નહીં થાય એવી અડગ દઢતાની જરૂર હોય છે. આથી ગંગાસતીએ કહ્યું
વિપત પડે પણ વણસે નહિ ઇ તો હરિજનના પરમાણ રે; મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે.” અહીં ગંગાસતીની દૃઢતા જુઓ ! આપણાં શાસ્ત્રોમાં મેરુ કદી ડગતો નથી એમ કહેવાયું છે પણ અહીં તેઓ કહે છે કે મેરુ ડગે અને આખું બ્રહ્માંડ ભાંગી પડે તોપણ પરમના પ્રેમીનું મન ડગશે નહીં. આવી ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા હોય, એને જ ઈશ્વર વરે છે. માનવીય પ્રેમમાં વિશ્વાસ | મહત્ત્વનો છે તો ઈશ્વરીય પ્રેમમાં શ્રદ્ધા.
૩૨ પરમનો સ્પર્શ