________________
પરમાનંદનો પર્વોત્સવ
ધાર્મિક ક્રિયાકાંડોએ કેવી પરિસ્થિતિ સર્જી છે ! આ ક્રિયા કરશો તો જ સદ્ગતિ થશે. આ ક્રિયા નહીં કરો, તો નરકવાસી થશો. આ ક્રિયા તમને સ્વર્ગમાં સુખનું સિંહાસન આપશે અથવા તો આ ક્રિયાથી કે પૂજનથી જીવનમાં સમૃદ્ધિનો સાગર છલકાશે. ધાર્મિક ક્રિયાઓમાં માત્ર પઠન-પાઠન જ રહ્યાં, પોપટિયાં ઉચ્ચારણો જ રહ્યાં. આમ વ્યક્તિ માત્ર બાહ્યાભિમુખ બની ગઈ. ક્રિયા અંગેની પ્રચ્છન્ન સ્પર્ધાએ એની અહંકારપુષ્ટિ કરી. તમે છઠ્ઠ (બે ઉપવાસો કર્યો અને મેં તો અઠ્ઠાઈ (આઠ ઉપવાસ) કરી છે - એમ કહીને ગોંક્તિ કરનારા તપસ્વીને તમે જોયા હશે. વિરલ વ્યક્તિઓ જ એમની ધર્મક્રિયાઓ સાથે સ્વજીવનનું અનુસંધાન સાધી શકે છે. તેઓ જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય કે ધર્મક્રિયાનું આચરણ કરતા હોય, ત્યારે એમની ભીતરનો ઉલ્લાસ રોમેરોમમાં પ્રસ્ફટિત થાય છે, પરંતુ ક્યાંક તો ધર્મક્રિયાઓ એ સિદ્ધિ-રિદ્ધિદાયી કે ભયનિવારણની ક્રિયાઓ માત્ર બની ગઈ હોય છે.
ભય ક્યાં નથી હોતો ? રોજિંદા જીવનમાં વ્યક્તિ વારંવાર ભય અનુભવતી હોય છે. અરે ! આધ્યાત્મિક જીવનમાં પ્રવેશતી વખતેય મનમાં એવો નાનો શો ભય હોય છે કે કેવી હશે આ અજ્ઞાત એવી અધ્યાત્મની દુનિયા? કેવી હશે એની પરિસ્થિતિ ? કેવી હશે તેની મુશ્કેલીઓ અને વિટંબણા ? એ પાર કરી શકાશે કે પછી અધવચ્ચે જ ભવસાગરમાં ડૂબી જવાશે ? જેમ વ્યવહારજીવનમાં ભયનો પ્રતિકાર જરૂરી છે, એ જ રીતે આધ્યાત્મિક સાહસ માટે પણ વ્યક્તિએ ભય પર વિજય મેળવવો પડે છે. આ ભયની લાગણી ઘણી વાર સાધકને આ માર્ગેથી પાછા વળવાનું કહેશે. એના મનમાં કેટલીય દ્વિધા અને શંકા જગાવશે, લોકોમાં હાંસીપાત્ર થવાની દહેશત ઊભી કરશે અને એવા સમયે સાધકે ભયની સામે અણનમ રહીને એનો સામનો કરવાનો રહે છે.
પરમનો સ્પર્શ ૩૩