________________
ભયની સાથોસાથ ધર્મમાં પ્રલોભનનો મહિમાં પ્રચલિત બન્યો છે. આટલી ધર્મક્રિયા કરશો તો આટલો લાભ મળશે એવી સેલ્સમૅનની માફક છડેચોક જાહેરાત થવા માંડી છે. આટલું દાન આપશો તો આટલું પુણ્ય રળશો અને એવા પુણ્યને કારણે તમે હવે પછીના જન્મમાં કોઈ મહાન અવતારી પુરુષ બનશો એવું કહેનારા પ્રચારકો પણ ચોરે ને ચૌટે જોવા મળશે. આજના યુગમાં જેમ વિજ્ઞાપનમાં લલચામણી ઓફરો કરવામાં આવે છે, એ જ રીતે ધર્મમાં પણ આવી ઑફરો મળે છે.
અમુક પૂજા કરાવશો તો અમુક લાભ તમને મળશે એમ કહેનારા અંતે તો પૂજા કે પૂજનને ઈશ્વરને આરાધનાનું નહીં, પણ સ્વાર્થનિષ્ઠ પુણ્યલાભનું માધ્યમ બનાવે છે. ધર્મના ગહન અભ્યાસ કે સાધનામાર્ગની ગતિના અભાવે જનસમૂહ આવી જાહેરખબરોથી દોરવાઈ જાય છે. એનું પરિણામ એ આવે છે કે જ્યારે કોઈ પૂજા ભણાવાતી હોય, ત્યારે ત્યાં આવનારાઓનો રસ ઈશ્વરમાં કે આરાધનામાં, સાચી ભાવપૂજામાં કે ધર્મક્રિયાઓમાં નથી હોતો. તેમનો રસ માત્ર આયોજિત સામાજિક પ્રસંગે કિંમતી વસ્ત્રપરિધાન | અને અલંકાર-સજાવટ સાથે ‘શોભામાં અભિવૃદ્ધિ કરીને હાજરી' આપવા માટેનો હોય છે. આજે ભય અને પ્રલોભન એ ધર્મોને લાગેલાં કેન્સર
૩૪ પરમનો સ્પર્શ
મહત્ત્વની બાબત એ છે કે ઉપર્યુક્ત બંને બાબતો સાધકને આંતરજગતમાં પ્રવેશવા માટે અવરોધરૂપ બને છે. જો ભયમાંથી જ ભગવાનનો જન્મ થયો હોય, તો અભય ક્યાંથી મળે ? ધર્મ એ અભયદાતા છે. આ ભવમાં કે આવતા ભવમાં આટલું સુખ મળે કે આટલાં દુ:ખ ન આવે, એ ડરથી થતી ધર્મક્રિયાઓ જીવનમાં કશુંય આંતરપરિવર્તન સર્જતી નથી. જીવનમાં ભાવનું રૂપાંતર જરૂરી છે અને તે ભાવનું રૂપાંતર કોઈ સરમુખત્યારની રીતે નહીં, પરંતુ પ્રેમાળ અને કરુણાÁ ભાવવાળા સાધુસંતની રીતે થવું જોઈએ, કારણ કે આંતરમાર્ગ પર જતી વખતે ભયના દંડની કે પ્રલોભનના આકર્ષણની જરૂર રહેતી નથી, જરૂર હોય છે. શ્રીકૃષ્ણની વાંસળીના મધુરા સૂરો કે ભગવાન મહાવીરનાં આગમ વચનોની, ભયથી થતું પરિવર્તન એ લાંબો સમય ટકતું નથી. ભય એ વિકૃતિ છે અને જડતાની જનક છે, તેથી એના કારણે થતું પરિવર્તન પણ વિકૃત કે જડ બની જાય છે. આંતરપરિવર્તન માટે તો પ્રેમના પીયૂષની જરૂર પડે છે. સાધક એ પ્રેમના પીયૂષનું પાન કરતો જાય અને એના અંતરમાં ઊર્ધ્વભાવોનું