________________
૩૨
શૂન્ય બનીને પૂર્ણ પામીએ
ધર્મનું પ્રથમ કાર્ય છે તમારા ભીતરમાં વર્ષોથી પડી રહેલી સુષુપ્ત રાક્તિને પ્રગટ કરવાનું અને પછી તમને આધ્યાત્મિક્તા પ્રત્યે છલાંગ લગાવવા ધક્કો મારવાનું. બહુ અઘરી ને કપરી છે આ છલાંગ. ભૌતિક જગતમાં ઘણી વ્યક્તિઓ આધ્યાત્મિક છલાંગ મારવાનો ખૂબ વિચાર કરે છે; પરંતુ વારંવાર ફરીને પાછી ફરી જાય છે. ભૌતિક્તાનું પોતાનું એક પ્રબળ આકર્ષણ હોય છે તે સ્વીકારવું જોઈએ. એની સાથે આપણે આપણાં બાહ્ય સુખ અને કહેવાની શાંતિને જોડી દીધાં છે. ભૌતિક જગતમાં આપણે સુરક્ષિતતાનો ભાવ અનુભવીએ છીએ. વળી, આ ભૌતિક જગતમાં આપણને સઘળું જ્ઞાત છે. આવી શાતમાંથી અજ્ઞાત અધ્યાત્મમાં છલાંગ લગાવવી મુશ્કેલ એ માટે બને છે કે જ્ઞાતની જાણકારી અને અજ્ઞાતનું અજાણપણું બન્ને વ્યક્તિને રોકી રાખે છે. ભગવાન બુદ્ધે મહાભિનિષ્ક્રમણ કર્યું, તે પહેલાં બે વાર પાછા ફર્યા પણ ત્રીજી વાર એ નીકળ્યા અને જગતને પ્રકાશ આપ્યો. આથી એને મહાભિનિષ્ક્રમણ એટલે કે મહાન પ્રતિ જવું' કહેવામાં આવે છે. એમણે જીવનમાં એક છલાંગ લગાવી અને વૈભવી સાંસારિક જીવનમાંથી નીકળીને આધ્યાત્મિકતાના કિનાર પહોંચી ગયા. પણ એમ ને એમ છલાંગ લગાવવાથી કશું ન વળે. એ પૂર્વે પહેલું મહત્ત્વનું કાર્ય તો આપણા ભીતરને ખાલી કરવાનું છે.
જો આપણું ભીતર ભરેલું કરો, તો ભીતરમાં કોઈ નવા પ્રકારાનો પ્રવેશ નહીં થાય. માત્ર બાહ્ય બધું પરિવર્તન પામતું રહેશે, કિંતુ હૃદય તો એવું ને એવું જ રહેશે. આવા બાહ્ય પરિવર્તનથી કશું વળતું નથી.
હકીકતમાં તો બાહ્ય ઘટના સાથે આંતર પરિવર્તનને કોઈ સંબંધ નથી. ભૌતિકતાથી ભરેલું હૃદયપાત્ર પહેલાં ખાલી થાય પછી જ એમાં અધ્યાત્મ તત્વોના ભાવો ભરી શકાય અને એ પછી પરમનો સ્પર્શ પામવાની પાત્રતા મેળવાય. ખાલી થયા વિના જેઓ અધ્યાત્મના માર્ગે ગયા છે,
૩]àh? ||otäh
so0