________________
20
૧૬ પરમનો સ્પર્શ
3
પરમની પ્રાપ્તિનો માર્ગ
પરમનો સ્પર્શ પામવાના ભિન્ન ભિન્ન માર્ગો છે. કોઈ જ્ઞાનના માધ્યમથી-ાંયાભ્યાસ દ્વારા એને પામવાનો પ્રયાસ કરે છે. કોઈ ધ્યાનસાધનથી એની પ્રાપ્તિ માટે ધ્યાનસ્થ બને છે. કોઈ અવિરત ધર્મયાત્રાઓ કરે છે. કોઈ જીવનમાં ધર્મક્રિયાને અપનાવીને એક પછી એક ક્રિયાઓ કર્યે જાય છે. કેટલાય દિવસના ઉપવાસો, અઠ્ઠાઈઓ, એકાદશીઓ, માસખમણ, વ્રો અને અતિ દીર્ઘ તપશ્ચર્યાઓ કરે છે. ક્યાંક એવું દષ્ટિગોચર થાય છે કે દિવસભર એક પછી એક ધર્મક્રિયાઓની એવી ગૂંથણી કરી દેવામાં આવી હોય છે કે આ ધર્મક્રિયાઓને જ મોક્ષપ્રાપ્તિનું સાધન માનવામાં આવે છે. કોઈ ધર્મસ્થાનમાં માત્ર ભક્તિની ધૂન બોલાતી હોય છે અને એને જ પરમેશ્વર-પ્રાપ્તિનું પરમ સાધન માનવામાં આવે છે .
આ બધાં સાધનો-માધ્યમો દ્વારા પરમનો કિંચિત્ સ્પર્શ પામી શકીએ, પરંતુ ઘણી વાર આ સાધનોના ઉપયોગ અંગેનો ઔચિત્ય અને વિવેક વિનાનો અતિરેક એના ઉપયોગ કરનારાને જ ડુબાડી દે છે. વ્યક્તિ પોતાના સાધનામાર્ગમાં અધવચ્ચે જ અટકી પડે છે, એ જ એનો આખરી મુકામ બની જાય છે અને પરમની પ્રાપ્તિનું ધ્યેય કે લક્ષ્ય દૂર રહી જાય છે.
પરમાત્મપ્રાપ્તિ માટેનાં પોતાનાં માધ્યમો અંગે સાધકે સ્વયં કડક
પરીક્ષા કરવી જોઈએ. આ માધ્યમો એ જ એનું સર્વસ્વ નથી. આ સાધનો દ્વારા એકો પોતાની હદનીય પાર છલાંગ મારવા પ્રયાસ કરવો જોઈએ. ઈશ્વર વિશે ગ્રંથોના ગ્રંથો રચનાર કે કલાકોના કલાકો સુધી પરમાત્મભક્તિનું હૃદયસ્પર્શી વ્યાખ્યાન કે કથા કરનારની જીભ જ પરમાત્માની વાત કરતી હોય છે. એના હૃદયને એ સંસ્પર્શ થયું છે કે નહીં, એની એણે વર્ષ આંતર-તપાસ આદરવી જોઈએ.
યોગ કરનાર માત્ર આસનાદિ યૌગિક ક્રિયાઓ સુધી જ સીમિત હોય
|_