________________
તો એ યોગ શારીરિક વ્યાયામ બને છે, પરમચેતના સાથેનું અનુસંધાન નહીં. ચાર ધામની યાત્રા કરનાર કે પંચતીર્થી કરનાર એનાં ચરણથી સઘળે ઘૂમી આવે છે, પણ એના ભીતરમાં કોઈ યાત્રા થતી નથી.
ધર્મક્રિયા એ એક અર્થમાં અત્યંત છેતરામણી ઘટના છે. એ ક્રિયાથી પરમની પ્રાપ્તિના માર્ગે જનારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. ક્યારેક ક્રિયા માત્ર જડ કે સ્થૂળ પુનરાવર્તન બની જાય છે. અગિયારસ આવે અને ઉપવાસ કરવાના, પર્યુષણ આવે અને અઠ્ઠાઈ કરવાની. આની સાથે ઘણી વાર ક્રિયાના મર્મને જોડવામાં આવતો નથી. ક્રિયા કરનારને માટે સૌથી મહત્ત્વની બાબત એનું ધ્યેય સાથે સતત અનુસંધાન રહે એ છે; જેમ કે, ઉપવાસનો હેતુ આત્માની નજીક વસવાનો છે. આથી ઉપવાસ સમયે સતત એ વિચાર કરવો જોઈએ કે આના કેન્દ્રમાં આત્મા છે ખરો ? ઉપવાસ દ્વારા એ સાંસારિક બાબતોથી કેટલો અળગો થઈને આત્માની સમીપ ગયો તે જોવાનું છે, પણ જો આત્મલક્ષિતાને બદલે બાહ્યલક્ષિતા હશે તો એ ક્રિયા માત્ર કવાયત બનશે. ઉપવાસ લાંઘણ બની રહેશે. ક્રિયા ક્યારેક દંભ, તો ક્યારેક પ્રસિદ્ધિનો અંચળો ઓઢી લે છે. એ જીવનશુદ્ધિ માટે ક્રિયા કરતો નથી, પરંતુ ‘પોતાનું જીવન શુદ્ધ છે એમ દર્શાવવા માટે' ક્રિયા કરે છે, આમ ક્રિયાના માર્ગેથી પરમપ્રાપ્તિ માટે જનારની સામે અનેક ભયસ્થાનો હોય છે.
ભક્તિમાં એક પ્રકારનો રંગ હોય છે. વ્યક્તિ એના ગાનમાં તરબોળ બની જાય છે. ક્યારેક એ સ્વયં નૃત્ય કરવા લાગે છે, પરંતુ એ ભક્તિનું ભાવનામય વાતાવરણ અને અનુસંધાન એના વ્યાવહારિક જીવનમાં હોવું જોઈએ. ભક્તિનું ગાન કરે અને છતાં હૃદયમાં માન, અભિમાન હુરે તેવું બનતું હોય છે. ભક્તિના ગાન સાથે ચિત્તમાં પરમાત્મા સાથે નાતો જોડાવો જોઈએ. એના સમગ્ર અસ્તિત્વને પરમના સ્પર્શનો અનુભવ થવો જોઈએ.
આમ જ્ઞાન, કર્મ, ધ્યાન કે ભક્તિ; ગમે તે માર્ગે વ્યક્તિ પરમની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે ત્યારે સૌથી પહેલી બાબત એ છે કે એનું સાધન શુદ્ધ હોવું જોઈએ અને એ શુદ્ધ સાધન દ્વારા એણે હૃદયને નિર્મળ કરવું જોઈએ. આ બધાં જ સાધનોમાં; પછી તે જ્ઞાન હોય, કર્મ હોય કે ભક્તિ હોય; એ સૌમાં હૃદયને નિર્મળ કરવાની અમાપ શક્તિ રહેલી છે. જેમ જેમ હૃદય નિર્મળ થતું જશે, તેમ તેમ ઈશ્વરનો અવાજ શ્રવણ કરવાની ક્ષમતા વધશે. એમ કહેવાય છે કે પરમાત્માને તો તમારા આંગણે પધારવું
પરમનો સ્પર્શ ૧૭