________________
પ્રાપ્તિ માટેનો પ્રયત્ન એ માનવીય પુરુષાર્થ છે, પરંતુ એનું પરિણામ એ ઈશ્વરનો સંકેત છે. મનુષ્ય તરીકે આપણે એકેએક વસ્તુઓ સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એકેએક ઘટનાનો તાગ મેળવવા માટે આપણે ખૂબ ઊંડે ઊતરીએ છીએ, દિવસોના દિવસો સુધી એને માટે મંથન-મથામણ કરીએ છીએ. આપણી આસપાસની બાહ્ય બાબતો પાછળ આપણે ઘણી રાક્તિ અને સમય ખર્ચીએ છીએ, પરંતુ એટલી જ શક્તિ આપણે સાર્યક અને હેતુપૂર્ણ આંતરિક અને સાત્ત્વિક બાબતો માટે ખર્ચીએ તો ? આપણે આપણા વનને ઉર્ધ્વગામી બનવાના પ્રયત્નોમાં આપણો પુરુષાર્થ પ્રોજએ તો ?
RO
hbàhe [[ølth
@