________________
Jdh≥ (loth b
પહેલાં આપણને ચેતવી દે છે. મુશ્કેલીઓમાં ઘેરાયા હોઈએ અને એમ લાગે કે આમાંથી બહાર નીકળી રોકાય તેમ નથી, એવે સમયે એકાએક આપત્તિમાંથી ઉગારનારી કોઈ માર્ગ મળી જાય એવો આપણો અનુભવ .
આપણે આપણા માટે ઈશ્વર પાસે કશું માગવાની જરૂર નથી; માત્ર એના સાસશિષ્યની, એના સ્પર્શનો અનુભવ કરવાની જરૂર છે. યાચનાનું પાત્ર લઈને એની પાસે વારંવાર દોડીને કરગરવાની જરૂર નથી, પરંતુ શ્રદ્ધાની ખુમારી ધારણ કરીને એની પરમ કૃપાને આત્મસાત્ કરવાની આવશ્યકતા છે. આપણે તો ઈશ્વરને દાતાર માનીને એક પછી એક યાચનાઓ કરતા રહીએ છીએ. એ યાચનાઓમાં મોટે ભાગે આપણી અપેક્ષાઓની આંધી, અતૃપ્ત ઇચ્છાઓનો ઉકળાટ અને તૃષ્ણાનો તરફડાટ હોય છે. ઈશ્વરના પ્રત્યેક દર્શન સમયે આપણે હૃદયથી બે હાથ જોડવાને બદલે બે હાથ લાંબા કરીને ભિક્ષા માગતા હોઈએ છીએ. આપણી નાનીમોટી ઇચ્છાઓ એની સમક્ષ રજૂ કરીએ છીએ અને હજી આટલું ઓછું હોય તેમ બાધા, આખડી કે માનતા રાખીને એ પૂર્ણ કરવા માટે એને ફરજ પાડીએ છીએ. આપણે આપણા પ્રપંચમાં ઈશ્વરને કેટલો બધો ફસાવી દઈએ છીએ ! ક્યારેક તો અંગત લાભની માગણી કરવાને બદલે વિરોધીના અહિતની, સામેના ઉમેદવારના પરાજયની કે પછી દુશ્મનના મૃત્યુની યાચના કરાય છે. હકીકતે તો ઈશ્વર પ્રત્યે જેમ રાખે તેમ રહીએ'નો ભાવ હોવો જોઈએ. એની ઇચ્છા પ્રમાણે જીવવાની આપણી તૈયારી હોવી જોઈએ. ‘મારી નાડ તમારે હાથ'નો શરણાગતિનો ભાવ હોવો જોઈએ. ગુરુ નાનકની જેમ, ‘જ્યાં ક્યાંય જાવ, જે કંઈ જુઓ, ત્યાં એનો જ પ્રકાશ દેખાય છે. એવી અનુભૂતિ આપણને થવી જોઈએ.
ઈશ્વર પર શ્રદ્ધા રાખનારના હૃદયમાં આપોઆપ પ્રસન્નતા જાગતી હોય છે. ‘ગોતાશ્વતર ઉપનિષદ'માં ઈશ્વરની વાત કરતાં કહ્યું છે : “ઈશ્વરને આંખોથી કોઈ જોઈ શકતું નથી, પરંતુ આપણામાંથી સહુ કોઈ મનને પવિત્ર કરીને નિર્મળ બુદ્ધિથી ઈશ્વરને જોઈ શકે છે.” આથી તર્કની દીવાલો, બુદ્ધિના કિલ્લા, ઇચ્છાઓના આગારો, બહાનાંની બારીઓ અને અટકળોનાં દ્વાર રચીને જીવનને કુંઠિત રીતે જોવાનો પ્રયાસ કરવાને બદલે ઈશ્વરની યોજનાનો અને એના નિર્ણયોનો સ્વીકાર કરીને રહેવું જોઈએ.
|_