________________
હોય છે.
મહાભારતના કુરુક્ષેત્રના વિજય કરતાં વૃત્તિઓના કુરુક્ષેત્ર પરનો વિજય સવિશેષ મુશ્કેલ હોય છે. સમરાંગણના યુદ્ધ કરતાં હૃદયાંગણનું યુદ્ધ વધુ કપરું હોય છે. રણમેદાન પરના યુદ્ધમાં શત્રુને તમે પ્રત્યક્ષ નિહાળીને એની શક્તિને જાણો છો, એની વ્યૂહરચનાને સમજો છો, એના સામર્થ્યનું માપ કાઢી શકો છો. એ પછી પ્રતિકાર રૂપે એના પર પ્રહાર કરો છો; પરંતુ આ આંતરયુદ્ધમાં તો શત્રુને શોધવાની અથાગ મહેનત કરવી પડે છે અને એ આંતરશત્રુ દેખાય પછી એના પર સીધેસીધું આક્રમણ કરી શકાતું નથી. કારણ કે એ એક આંતરશત્રુ બીજા ઘણા આંતરશત્રુઓનું રૂપ લઈને અને જુદી જુદી વ્યૂહરચનાઓ કરીને કાર્યરત હોય છે, તેથી એના પર પ્રહાર કરવો અને એના પર વિજય મેળવવો એ ખાંડાના ખેલ જેવું કઠિન છે .
ભગવાન મહાવીર સ્વામીએ જગતને આત્મધર્મની વાત કરી અને આત્માનું મહિમાગાન કર્યું. તેઓ પણ આ આત્મવિજયનો મહિમા કરતી વખતે એમના અંતિમ ઉપદેશમાં. શ્રીઉત્તરાધ્યયનસૂત્રની એક ગાથામાં કેવું ગહન, આધ્યાત્મિક સત્ય પ્રગટ કરે છે ! તેઓ કહે છે :
“जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे, एगं जिणेज्ज अप्पाणं एस में परमो जओ. "
“દુય એવા સંગ્રામમાં જે વ્યક્તિ હજાર હજાર મુ પર વિજય મેળવે છે, તેના કરતાં પોતાના આત્માને જીતે છે, તેનો શ્રેષ્ઠ છે. આત્મા ઉપર વિજય મેળવે એ જ પરમ વિજય
છે.”
આવો મહિમા છે. આત્મવિજય કરનારાનાં. આવો આત્મવિજય સાધવા માટે આપણે શું કરીશું ? આપણે પરમ પાસે શું માગીશું ? કઈ રીતે એની સન્મુખ ઊભા રહીશું ? એના પ્રત્યે આપણી પ્રાર્થના કેવી હશે ? વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને બે હાથ જોડીને પ્રણામ કરનાર મનમાં એના પ્રત્યે ઘણી વાર કટુવચનો કહેતો હોય છે. એ કહેતો હોય છે કે, ખાટલાં વર્ષોથી નારી અખંડ ઉપાસના કરું છું, છતાં મને કેમ દ્રવ્યલાભ થતો નથી ? તને આજી કરી કરીને થાક્યો, છતાં કેમ પ્રમોશન આપતો નથી ? રોજ વહેલી સવારે કરબદ્ધ થઈને તારી પાસે મહેલ જેવા વિશાળ બંગલાની માગણી કરું છું, છતાં એના પ્રત્યે સહેજે
b€b]àhe [[>±ëh
3000