________________
પહેલાં ઈશ્વરસન્મુખ થઈએ !
આઘાતજનક છતાં સત્ય હકીકત એ છે કે પ્રાર્થનાની પ્રભાવનાની સૌને ખબર છે. તેમ છતાં એને સાધવાની પ્રક્રિયાની ઘોર ઉપેક્ષા થતી હોય છે. ક્યાંક પ્રાર્થના માત્ર શિષ્ટાચાર બની જાય છે, ક્યાંક પ્રાર્થના ચીલાચાલુ રોજિંદી ક્રિયા બની રહે છે તો ક્યાંક પ્રાર્થના એ ઈશ્વર પ્રત્યે માગણી કે આજીનું પ્રલોભનયુક્ત રૂપ ધારણ કરીને બેઠી હોય છે.
માણસને પરિણામ વધુ પસંદ પડે છે, પ્રક્રિયા નહીં. વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ-વિજયની યોગાથા વર્ણવનાર ભાગ્યે જ એ વિજય પ્રાપ્ત કરવા માટેના આરોહકોના પ્રબળ પુરુષાર્થનો વિચાર કરે છે. હકીકતમાં પરિણામ કરતાં પ્રક્રિયા વિશેષ મહત્ત્વની અને અગત્યની હોય છે. કવિને કાવ્યરચનાની પ્રક્રિયા સમયે જેવો આનંદ કે ભાવાનુભૂતિ થાય છે, તે કાવ્યસર્જન પછી થતી નથી. કોઈ મનોહર કાવ્ય વાંચો ત્યારે એનું પરિણામ આપણે પામીએ છીએ, પરંતુ એનો ખરો આનંદ તો ત્યારે આવે કે જ્યારે આપણે જાણીએ કે સુંદર કાવ્યના સર્જન માટે કેવી કેવી પ્રક્રિયામાંથી એનો રચિયતા કવિ પસાર થયો છે.
મહાત્મા ગાંધીની સિદ્ધિની વાત કરીએ છીએ, પરંતુ એ માટે એમણે કરેલો કસોટીઓનો સામનો કે એમના ભગીરથ પ્રયત્નોને વીસરી જઈએ છીએ. ગાંધીની અહિંસાનો મહિમા ગાઈએ છીએ, પરંતુ એ અહિંસાની સિદ્ધિ માટે ગાંધીએ કરેલી ગુણોની કેળવણી વિશે કોઈ વિચાર કરે છે ખરું ? આ ગુણોની તાલીમ હોય તો જ અહિંસાનો પ્રયોગ સફળ થાય. અહિંસા માટે ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિ, ન્યાયી વર્તન, આત્માનું ભાન, દેહપીડા સહન કરવાની શક્તિ જેવા આંતરિક ગુણોની આવશ્યકતા પર મહાત્મા ગાંધીજીએ ભાર મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે એમ કરવા જતાં જમીન જાય, ધન જાય, શરીર જાય, તોપણ અહિંસાનો ઉપાસક એની પરવા કરે નહીં. વળી એમણે કહ્યું કે અભય થયા વિના પૂર્ણ અહિંસાનું
પરમનો સ્પર્શ ૨૧ |
@