________________
S
૨૦ પરમનો સ્પર્શ
ધર્મને કેટલો રાખે છે તે વિચારવું જોઈએ. પગપાળા ડાકોર જુનાર કે શત્રુંજય તીર્થની યાત્રા કરનાર એના રંગે કેટલો રંગાય છે તેનો વિચાર કરવો જોઈએ. બાકી ચરણ યાત્રાધામ તરફ ચાલે અને મન અનેક પાપવિચાર કરે તો એ યાત્રા કહેવાય નહીં; માત્ર આંટા માર્યા જ ગણાય.
આમ, ધર્મપાલનમાં પ્રયોજાતાં સાધનોની શુદ્ધિનો ઊંડો વિચાર કરવો જોઈએ. જ્યાં ક્રિયા જ અશુદ્ધ હોય, ત્યાં પ્રાપ્તિ ક્યાંથી થાય ? સ્વાદવિજય માટે આયંબિલ કર્યું હોય અને અનેક વાનગીઓનો થાળ મર્યો હોય. તે કેમ ચાલે ? આથી જ જૈનદર્શનમાં ‘વૃત્તિસંક્ષેપ’નો વિચાર આપવામાં આવ્યો છે. પોતાના ભોજનમાં અમુક જ વાનગીઓ લેવી, તેમ કહેવામાં આવ્યું છે. પણ તેમાં વાનગી પર ભાર નથી, પણ વૃત્તિ પર ભાર છે. તમારી સ્વાદવૃત્તિ પર તમે સંયમ રાખો તેમ કહેવાયું છે.
આમ પરમ તત્ત્વ પ્રતિ જતી વખતે ભક્તજને એવા પરમાત્માની ભાવના સેવવી જોઈએ કે જેના ગુણોથી પોતાનું જીવન સુવાસિત બને, જેની પાસેથી આત્મસાક્ષાત્કાર પામી શકાય અને જેનો મહિમા વર્ણવતાં વર્ણવતાં પોતે આ ભાવોને હૃદયસ્થ કરી શકે.
R)
|_