________________
ધર્મક્રિયાનો પાયો સાહજિકતા છે. જે કંઈ કરવામાં આવે, તે સહજ રીતે થવું જોઈએ. એને બદલે ઘણી વાર ક્રિયાનું બાહ્ય રૂપ જળવાય છે અને આંતર રૂપ નંદવાઈ જાય છે. વળી આવા ઉપવાસ ક્યારેક સ્પર્ધાનું રૂપ લે છે. ‘તમે એક ઉપવાસ કર્યો, તો મેં ત્રણ ઉપવાસ કર્યા” એમ કહીને વ્યક્તિ પોતાની પીઠને પોતે જ ત્રણ વાર ધન્યવાદ આપતી હોય છે ! સામી વ્યક્તિ કરતાં પોતે વધુ તપસ્વી છે એ વાતની સ્થાપના કરતો હોય છે અને એ રીતે પોતાનો પ્રભાવ દર્શાવવાની કોશિશ કરે
ક્યાંક વ્યક્તિ ઉપવાસ કરીને આખો દિવસ પોતાની દિનચર્યા પ્રમાણે જ જીવતો હોય છે. માત્ર એમાં આહારની બાદબાકી થઈ ગઈ હોય છે, પરંતુ એ અંતરમાંના પરમ તત્ત્વ પ્રતિ અભિમુખ બનતો નથી. એની બાહ્ય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલ્યા કરે છે. પરિણામ એ આવે છે કે ઉપવાસ પર ઉપવાસ થતા રહે છે અને ભીતરમાં કોઈ પરિવર્તન આવતું નથી. કંઈક અંશે પથ્થર પર પાણી રેડવા જેવી આ ક્રિયાઓ બની જાય છે.
ફરાળી ઉપવાસમાં તો અમુક આહાર છોડી દેવામાં આવે છે, પરંતુ જે આહાર કરવામાં આવે છે તે બધો સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. ક્યારેક તો રોજના કરતાં ફરાળી ઉપવાસમાં ‘ભક્તજન' વધુ ભોજન લેતો હોય છે ! પર્યુષણસમયે હોટલનું વિસ્મરણ થઈ જાય છે, પરંતુ જેવાં પર્યુષણ પર્વ પૂર્ણ થાય કે તરત હોટલનું અતિસ્મરણ થઈ જાય છે !
આનો અર્થ એટલો કે જે કંઈ છોડ્યું તે થોડા સમય પૂરતું હતું. થોડા લોકોને બતાવવા માટે હતું, થોડા દેખાવ પૂરતું હતું ! એને ભીતર સાથે કશી નિસબત નહોતી. એણે છોડવા જેવું કશુંય છોડ્યું નહોતું. એય સ્વાવૃત્તિ પહેલાંના જેવી જ તીવ્ર રહી. આજના સમયમાં માણસ સતત કંઈ ને કંઈ ખાતો હોય છે. ભોજન ઉપરાંત પણ એને સતત ખાવાનું જોઈએ છે, ક્યારેક એ પોપકૉર્ન ખાય, ક્યારેક વેફર્સ કે કેડબરી ખાય તો ક્યારેક કોઈ ઠંડું પીણું ગટગટાવે. પ્રાણીઓમાં આવી વારંવાર કે સતત ખાવાની વૃત્તિ જોવા મળતી નથી. ડુક્કરે એક વાર ઘાસ ખાઈ લીધું હોય પછી ગમે તેવું લીલું સરસ મજાનું ઘાસ એને ખાવા માટે આપવામાં આવે, તોપણ એ ખાતું નથી, જ્યારે મનુષ્ય આખો દિવસ કંઈ ને કંઈ ‘ફાક્યા” કરતું પ્રાણી બની જાય છે. ગાય ભોજન પછી નિરાંતે વાગોળે છે. માણસ ભોજન જ કર્યા કરે છે ! આથી ધર્મની યાત્રા કરનાર પોતાની સાથે
પરમનો સ્પર્શ ૧૯