________________
ઉષ્માપૂર્ણ ભાગીદારી
ઈશ્વરપ્રાપ્તિની ઇચ્છા ફળીભૂત થવાની બાબત વ્યક્તિના ભૌતિક જીવનના અનુભવો પર આધારિત રહે છે. સાધક વ્યક્તિએ પોતાના દુન્યવી જીવનમાં જે જોયું અને કર્યું હોય, તેનું અધ્યાત્મમાર્ગમાં તે અનુસરણ કરતો હોય છે. રોજિંદા જીવનમાં એ પોતાની ઇચ્છા તત્કાળ પૂર્ણ થાય કે તૃપ્ત થાય એવી અપેક્ષા રાખતો હોય છે. જે કંઈ પામવું હોય તે અત્યારે ને અત્યારે જ પ્રાપ્ત થાય એવું ઇચ્છતો હોય છે. “અબઘડી” એ એનો પ્રિય શબ્દ હોય છે અને એ બધું જ અબઘડી – “ઇન્સ્ટન્ટ' મેળવવા ચાહે છે. બીજી બાબત એ છે કે એનો સૂક્ષ્મ અહંકાર આ ચીજવસ્તુઓ પર, પદાર્થ પર કે પરિસ્થિતિ પર પોતાનું પ્રભુત્વ દાખવવા ઇચ્છતો હોય છે. ધનવાન એણે પ્રાપ્ત કરેલી સંપત્તિનું પ્રદર્શન કરવા ઉધમાત કરે છે તો સત્તાવાન એની સત્તાનો દબદબો દર્શાવવાની મુરાદ સેવે છે. આ રીતે જીવનમાં પોતાને બધું તત્કાળ પ્રાપ્ત થાય અને જે પ્રાપ્ત થયેલું છે એના દ્વારા બીજાઓ પર પોતાનો પ્રભાવ પાડી શકાય એવી ઇચ્છા અને એવો સૂક્ષ્મ અહમ્ તે રાખે છે. એના ભૌતિક જીવનની આ શૈલીનું એ દુર્ભાગ્યે આધ્યાત્મિક જીવનમાં પુનરાવર્તન કરે છે. એની પાસે રાહ જોવાનું ધૈર્ય હોતું નથી. વર્ષોની ભક્તિ પછી પરમ તત્ત્વનો તો સાક્ષાત્કાર થાય તો થાય; પરંતુ એ માટે થતો વિલંબ સાધકને અસહ્ય લાગતો હોય એવું પણ બને છે.
એક તો પરમનો સ્પર્શ તત્કાળ થતો નથી અને તેથી કશું પ્રભુત્વ દાખવી શકાતું નથી. આ મોટા ભાગના લોકો અલ્પકાળમાં જ તેનાથી વિમુખ થઈ જાય એવું પણ બને છે. સાચા હૃદયની ભક્તિ ધરાવતી હોવા છતાં શીધ્ર પ્રાપ્તિની મનોકામનાને કારણે ઘણી વ્યક્તિઓ પરમનો સ્પર્શ પામી શકતી નથી. હકીકતમાં મનુષ્યને પરમનો સ્પર્શ પ્રાપ્ત થાય તે માટે પરમતત્ત્વનું પૃથ્વી પર અવતરણ થતું હોય છે. જેનામાં પરમનું અવતરણ 10
પરમનો સ્પર્શ ૩૭