________________
20
Jdh≥ (lokh 2Æ
થયું હોય એ અવતાર-પુરુષ માનવસમાજ વચ્ચે જીવે છે, રહે છે અને સ્વ-કર્તવ્ય બજાવે છે. સાથોસાથ એ અવતારી પુરુષની શરત હોય છે કે મનુષ્યે પણ ઈશ્વર જેવા બનવાનું છે. ઈશ્વર માનવીને ખાતર જ માનવી બને તો પછી માનવી એના માટે ઈશ્વર ન બને એ કેવું ? ઈશ્વરની પ્રાપ્તિ માટે માત્ર ઇચ્છા પૂરતી નથી, એના માટે પણ અવિરત પ્રયત્ન આવશ્યક છે. એને માટેની તરસ પૂરતી નથી, પણ એને પામવા માટે ધૈર્ય અને સહનશીલતા જરૂરી છે, આથી તો ‘ગુલિસ્તાં’ નામના પોતાના કાવ્યસંગ્રહમાં કવિ શૈખ સાદી કહે છે કે
જહાં-એ બિરાદર ન માનદ બસ, દિલ અન્દર જહાં આફિરી બન્દોબસ.
“ભાઈ. આ સંસાર કોઈનીય થયો નથી., એથી કોઈનીય સાથે દિલ લગાવવું નહીં, જો લગાવો તો આ સંસારના રચિયતા સાથે લગાવો. એની સાથે સંબંધ જોડવાથી તમારું ભલું થશે.”
કવિ સાદીની વાતનો મર્મ એ છે કે માનવીએ ઈશ્વર સાથે અભેદ ભાવે સંબંધ બાંધવો જોઈએ. પ્રાતઃકાળે ઊઠીને ઈશ્વરસ્મરણન હેતુ એ નથી કે ઈશ્વર અત્યંત મહાન છે અને આપણે અતિ ક્ષુદ્ર કે પામર છીએ એ વાતને યાદ કરીએ. આ સ્મરણનો હેતુ તો એ છે કે વ્યક્તિ નિદ્રા ત્યાગે અને જાગૃતિની પ્રથમ તો જ ઈશ્વર સાથેના અભેદ સંબંધનું સ્મરણ કરે. વ્યક્તિ પ્રાતઃકાળે ગાયત્રીમંત્ર, નવકાર મંત્ર કે કોઈ પણ મંત્રનું ગાન કરે છે, એની પાછળનો મર્મ એટલો જ કે એ ઈશ્વર સાથેના પોતાના અભેદ સંબંધને ઉષાના આગમન સાથે ઉલ્લાસભેર વધાવે છે.
પરમ સાથેનો આ સંબંધ કોઈ નિસ્તેજ, નિઃસહાય કે નિરાશા પર રચાયેલો નથી. એ તો અત્યંત જીવંત, ધબ્બો અને ઉત્પત્તિ સંબંધ છે. અને તેથી જ એના શ્વાસમાં ઈશ્વરના વાસનો અનુભવ કરે છે. શ્વાસની સાથે સાથે એના પ્રગાઢ અસ્તિત્વનો અનુભવ કરે છે. ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ એ લાગણી કે મનથી નહીં, બલ્કે આત્માથી થતો હોય છે અને એ ચિદાનંદસ્વરૂપ આત્માને કોઈ દુન્યવી સ્વાર્થ કે ભૌતિક આકર્ષણ સ્પર્શતાં નથી.
કોઈ વિદ્યાર્થી પરીક્ષાના કપરા સમયે ગળગળા અવાજે ઈશ્વરનું સ્મરણ કરે, કોઈ દુષ્કૃત્ય કરવાથી ગભરાયેલી વ્યક્તિ આપત્તિકાળે ઈશ્વરને યાદ કરે કે પછી કોઈ પથારી સામે મુખ ફાડીને મૃત્યુને ઊભેલું જોઈને એનું
|_